ETV Bharat / bharat

રાયપુરમાં ચાલુ કારમાંથી યુવતીને ફેંકીને અજાણ્યો કાર ચાલક ફરાર, અપહરણ અને દુષ્કર્મની આશંકા - girl kidnapped in raipur

રાયપુરમાં અજાણ્યો કાર ચાલક બેભાન અવસ્થામાં એક યુવતીને ફેંકી ફરાર થઈ ગયો હતો. આ અંગે નજીકના લોકોએ 112 ડાયલ કરી ઘટનાની જાણકારી આપી હતી. યુવતીને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ અને અપહરણની સંભાવના વ્યક્ત કરી છે.

રાયપુરમાં ચાલુ કારમાંથી યુવતીને ફેંકીને અજાણ્યો કાર ચાલક ફરાર

author img

By

Published : Jul 29, 2021, 5:08 PM IST

  • સવારે એક યુવતીને કારમાંથી ફેંકી એક યુવક ઝડપથી નાસી ગયો હતો
  • યુવતીને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે આંબેડકર હોસ્પિટલમાં મોકલી આપી હતી
  • યુવતીની ઉંમર 18થી 20 વર્ષની હોવાનું કહેવાય છે

રાયપુર: સવારે એક યુવતીને કારમાંથી ફેંકી એક યુવક ઝડપથી નાસી ગયો હતો. યુવતીને કારમાંથી ફેંકતા જોતાં, પ્રત્યક્ષદર્શીઓએ તાત્કાલિક 112 નંબર પર ફોન કર્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે આંબેડકર હોસ્પિટલમાં મોકલી આપી હતી. યુવતીની ઉંમર 18થી 20 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસને આ કેસમાં દુષ્કર્મ કે અપહરણની આશંકા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- મોરબીમાં એક અઠવાડિયા પહેલા દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરનારો આરોપી ઝડપાયો

યુવતીને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે

ઉરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે એક યુવતીને મહામાયા સ્ટીલ કંપની નજીક ઉલ્લાસ અરોડા રોડની વચ્ચે એક યુવક કારમાંથી ફેંકીને ફરાર થઇ ગયો હતો. કાર ચાલક આરોપી ભાગી જતાંની સાથે જ ત્યાં પહોંચેલા લોકોએ યુવતીને બેભાન હાલતમાં જોઇને તુરંત પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલા 112માં તૈનાત આરક્ષક ક્ષેત્ર મણિ યાદવ અને ડ્રાઇવર માનસિંહ બઘેલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી ડાયલ 112ની ટીમે વરસાદમાં પલડતી યુવતીને છત્રીથી ઢાંકીને રાખી હતી. યુવતીને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

રાયપુરમાં ચાલુ કારમાંથી યુવતીને ફેંકીને અજાણ્યો કાર ચાલક ફરાર
રાયપુરમાં ચાલુ કારમાંથી યુવતીને ફેંકીને અજાણ્યો કાર ચાલક ફરાર

આ પણ વાંચો- Rape case in Jamnagar : યુવતીનું અપહરણ-દુષ્કર્મ કરનારા પાંખડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો

જે વિસ્તારમાં યુવતીને ફેંકીને કાર ચાલક ગયો તે સુમસાન વિસ્તાર છે

ઉરલા પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ યુવતીને બેભાન હાલતમાં છોડીને ગયો છે, તે સુમસાન વિસ્તાર છે. એ વિસ્તારમાં વધુ પડતા મજૂર વર્ગના લોકો રહે છે. તેથી આરોપીએ આ જગ્યા નક્કી કરી હશે અને યુવતીને મૂકીને ફરાર થઇ ગયો હશે. પ્રભારીએ જણાવ્યું હતું કે, પ્રથમ જોતા દુષ્કર્મ કે અપહરણની આશંકા લાગી રહી છે. હાલ પોલીસ તપાસમાં લાગી ગઇ છે. આ સાથે જ પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. યુવતીના હોશમાં આવવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ જ ઘટનાની સત્ય હકીકત સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.