- કેન્દ્રીય ગૃહપ્રધાન ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
- આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીના પરિવારજનોને મળ્યા
- શાહે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા બાદ યુવાનો સાથે વાતચીત કરી
શ્રીનગર, જમ્મુ-કાશ્મીર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ( Amit Shah in Jammu Kashmir) ત્રણ દિવસની મુલાકાતે છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. શનિવારે તેઓ શ્રીનગર પહોંચ્યા અને પહેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારીના પરિવારજનોને મળ્યા હતા. આ બાદ, તેમણે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી અને બાદમાં યુવાનો (Interacts with Youth) સાથે વાતચીત કરી હતી.
'આજે પથ્થરબાજો ગાયબ થઈ ગયા'
આ દરમિયાન શાહે કહ્યું કે, 'કાશ્મીરમાં શાંતિની શરૂઆત થઈ છે. અહીંના યુવાનો આજે વિકાસની વાતો કરી રહ્યા છે. હવે પથ્થરબાજો અહીંથી ગાયબ થઈ ગયા છે. J એન્ડ Kમાં 5મી ઓગસ્ટ 2019 બાદ પારદર્શિતા આવી છે. હવે લોકોને રોજગાર અને શિક્ષણ મળી રહ્યું છે. પરિવર્તનના આ પવનને કોઈ રોકી શકવાનું નથી. આવા કાર્યક્રમો જરૂરી છે. કાશ્મીરની 70 ટકા વસ્તી યુવાનોની છે. જો આ વસ્તીને વિકાસના કામમાં સામેલ કરવામાં આવે તો કાશ્મીરની શાંતિને કોઈ ખલેલ પહોંચાડી શકશે નહીં.
'J એન્ડ K ને સૌથી વધુ પૈસા મળી રહ્યા છે'
અમિત શાહે કહ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરને સૌથી વધુ મદદ કરી છે. અમારી પાસે 4 લાખ લોકોને રોજગાર આપવાની યોજના છે. આજે જમ્મુ-કાશ્મીરને તમામ રાજ્યો કરતાં વધુ પૈસા આપવામાં આવી રહ્યા છે. જમ્મુ -કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ આપવામાં આવ્યું છે. આ કારણોસર જમ્મુ-કાશ્મીરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર થયો છે. આજે, તબીબી અભ્યાસ માટે, યુવાને ડોક્ટર બનવા માટે કાશ્મીરની બહાર જવાની જરૂર નથી. અત્યારે અહીં MBBSની 1150 બેઠકો છે. IIT, NEET, કેન્સર હોસ્પિટલ અહીં આવી છે. વિકાસ થઈ રહ્યો છે. આ બધું 70 વર્ષમાં કેમ ન થયું ? કારણ કે વિપક્ષ માત્ર રાજનીતિ કરવા માંગે છે.
પરિવારવાદ પર શાહનો હુમલો
અબ્દુલ્લા અને મુફ્તી પરિવારનું નામ લીધા વિના શાહે પરિવારવાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'હું એ કહેવા માંગતો નથી કે દેશને 70 વર્ષમાં શું મળ્યું, પરંતુ 70 વર્ષમાં કાશ્મીરને 6 સાંસદો અને ત્રણ પરિવારો મળ્યા. દેશની આઝાદી બાદ 70 વર્ષ સુધી લોકશાહી પરિવારવાદની પકડમાં હતી.
'ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાથી જ યુવાનો સુરક્ષિત'
શાહે આગળ કહ્યું કે, 'જમ્મુ -કાશ્મીરમાં લોકોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ બંધ પર સવાલો ઉભા થયા હતા, પરંતુ માત્ર આપણા ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાથી ખીણમાંનો ગભરાટ ઓછો થઈ ગયો. ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકીને યુવાનો સુરક્ષિત રહે. જો અમે કર્ફ્યુ ન લગાવ્યો હોત તો અમે લોકોને બચાવી શક્યા ન હોત. તે સમયે વિપક્ષી પાર્ટીઓ લોકોને ઉશ્કેરીને ગભરાટ ફેલાવવા માંગતી હતી. એટલા માટે થોડા સમય માટે કડવી દવા કાશ્મીરને આપવી પડી. પરિણામે 2014-21 સુધી આતંકવાદમાં ઘટાડો થયો છે. હવે કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડનારાઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારો ઉદ્દેશ ગભરાટ સમાપ્ત કરવાનો છે. કારણ કે આ કર્યા વિના શાંતિ થઈ શકે નહીં.
આ પણ વાંચો: