- દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત
- કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને પત્ની સાથે લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ
- કોરોનાના વધતા જતાં કેસની સાથે-સાથે રસીકરણની પ્રક્રિયા પણ સતત ચાલુ
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યુટમાં પત્ની નૂતન ગોયલ સાથે મળીને કોરોના રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત
દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં, 60 વર્ષથી ઉપરના વૃદ્ધો અને 45થી 59 વર્ષ સુધીની ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને કોરોના રસી આપવામાં આવે છે. આ વય જૂથમાં આવતા સરકારના પ્રધાનો પણ રસી લેતા હોય છે. આ જ ક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધનને પણ કોરોના રસીનો ડોઝ લીધો છે.
આ પણ વાંચો: કોરનાની રસી ચાલુ વર્ષના અંત સુધીમાં આવે તેવી આશા છેઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન
હર્ષવર્ધને પ્રથમ ડોઝ ભારત બાયોટેકનો લીધો હતો
આ પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ શરૂ થયાનાં બીજા દિવસે હર્ષવર્ધને ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. હર્ષવર્ધને ભારત બાયોટેકની કોરોના વેક્સિન લીધી હતી.
કોરોનાના વધતા જતાં કેસની સાથે-સાથે રસીકરણની પ્રક્રિયા પણ સતત ચાલુ
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધતા જતા કેસો સાથે રસીકરણની પ્રક્રિયા સતત ચાલુ છે. દેશમાં અત્યાર સુધીમાં આંકડાઓ જોઈએ તો કુલ 6,11,13,354 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો: કથાકાર મોરારી બાપુએ લીધી કોરોના વેક્સિન