નવી દિલ્હી: આજે રજૂ થનારા બજેટ પાસેથી સામાન્ય જનતાને ઘણી અપેક્ષાઓ છે.
1. આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આવી સ્થિતિમાં મધ્યમવર્ગીય પરિવારને આશા છે કે આ વખતે નાણાપ્રધાનની પેટીમાં ટેક્સ મુક્તિની ભેટ આવશે. અગાઉ, સરકારે વર્ષ 2020માં નવો ટેક્સ સ્લેબ રજૂ કર્યો હતો. મોંઘવારીથી પરેશાન મધ્યમ વર્ગને આવકવેરામાં મુક્તિ મળવાની આશા છે.
2. આ બજેટમાં સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. આ જાહેરાતોનો હેતુ દેશ અને દેશના લોકોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ માટે સરકાર 'મેક ઇન ઇન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ' પર પોતાનું ફોકસ વધારી શકે છે. તેનો હેતુ સામાન્ય માણસ અને અર્થવ્યવસ્થાને રાહત આપવાનો છે. એવો અંદાજ છે કે 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં જિલ્લા સ્તરે એક્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરી શકે છે. આ માટે 4,500 થી ર5,000 કરોડ સુધીના ફંડની જાહેરાત કરી શકાય છે.
આ પણ વાંચો: INDIA BUDGET 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં 11 વાગે રજૂ કરશે બજેટ 2023-24
3. નિષ્ણાતોનું માનવું છે કે જે રીતે ભારતમાં આગામી 10 વર્ષમાં વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ બનવાની ક્ષમતા છે. સરકારે અર્થતંત્રને આગળ વધારવા માટે દરેક ક્ષેત્ર પર ધ્યાન આપવું પડશે. આ સાથે સરકાર આ બજેટમાં 'મેક ઈન ઈન્ડિયા' પર પણ ફોકસ કરવા જઈ રહી છે. આ માટે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ODOP અંતર્ગત દરેક જિલ્લામાં નિકાસ હબ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની તૈયારી 50 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ સાથે શરૂ થશે. આગળ જતાં આવા 750 ક્લસ્ટર બનાવવામાં આવશે. આ માટે સરકાર લોજિસ્ટિક્સ અને મલ્ટી મોડલ કનેક્ટિવિટી બનાવશે.
4. ઉત્તર પ્રદેશ સરકારે જાન્યુઆરી 2018માં ODOPની શરૂઆત કરી હતી. તેનો હેતુ રાજ્યના તમામ જિલ્લાઓમાં પરંપરાગત કારીગરો અને સાહસિકોને પ્રોત્સાહન આપવાનો હતો. બાદમાં, આ યોજનાની સફળતા જોઈને, કેન્દ્ર સરકારે પણ આ યોજનાને અપનાવી અને આજે આ યોજના દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 707 જિલ્લાઓમાં વિસ્તારવામાં આવી છે. આવી સ્થિતિમાં, અપેક્ષા છે કે બજેટ પછી, આ યોજના નવી છલાંગ લગાવી શકે છે.
આ પણ વાંચો: Budget 2023: 150 વર્ષથી પણ જૂનો બજેટનો ઈતિહાસ, ગુજરાતીએ આપ્યું હતું સૌથી ટૂંકુ ભાષણ
5. દુનિયાના ઘણા દેશોની સરખામણીએ ભારતમાં સારવાર કરાવવી ઘણી સસ્તી છે, જેના કારણે અહીં મેડિકલ ટુરિઝમ પણ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ ભારતીયોની સરેરાશ આવકના હિસાબે અહીં સારવાર કરાવવી ખૂબ જ મોંઘી છે. આવી સ્થિતિમાં સરકારની આયુષ્માન ભારત યોજનાથી લઈને હેલ્થ ઈન્સ્યોરન્સ સુધીની સારવાર સસ્તી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે.