નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. વર્ષ 2024માં ચૂંટણી થવાની છે. લોકસભાની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું બજેટ માનવામાં આવે છે. નિર્મલા સીતારામણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. આ વર્ષે પણ નાણાપ્રધાન પેપર લેસ બજેટ રજૂ કરશે. આ માટે તેઓ પોતાની સાથે ટેબ લઈને સંસદમાં પહોંચ્યા હતા. આ ટેબમાંથી સમગ્ર બજેટનું વાંચન કરવામાં આવશે
રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિભવન ખાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બજેટની પહેલી કોપી બતાવી હતી. રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેઓ સંસદભવન ખાતે પહોંચ્યા હતા અને કેબિનેટની બેઠકમાં બજેટ 2023-24ને મંજૂરી આપવામાં આવી હતી.
દેશવાસીઓ સૌથી વધારે ઈન્કમ ટેક્સમાં લાભ મળે એવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કોર્પોરેટર ટેક્સમાં થોડી રાહત આપવામાં આવે તો દેશના ખાનગી સેક્ટરમાં સૌથી મોટો ફેર પડે એમ છે.આ દરમિયાન, તેને નાણાકીય સમજદારી બતાવવાની સાથે ટેક્સમાં કાપ અને સામાજિક સુરક્ષા વધારવા જેવી અપેક્ષાઓને સંતુલિત કરવાના પડકારનો સામનો કરવો પડશે. આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા આ છેલ્લા પૂર્ણ બજેટ દ્વારા સરકાર લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ પણ કરી શકે છે.
પડકારોનો સામનો: સીતારમણ પોતાનું પાંચમું બજેટ એવા સમયે રજૂ કરવા જઈ રહી છે જ્યારે અર્થવ્યવસ્થા વૈશ્વિક અને સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવાના મુશ્કેલ પડકારોનો સામનો કરી રહી છે. બજેટ પહેલા ઉદ્યોગ સંગઠનો અને હિત જૂથો સાથે ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવેલી માંગણીઓમાં આવકવેરાના સ્લેબમાં ફેરફારની માંગ મુખ્ય રહી છે. તેનાથી મધ્યમ વર્ગને રાહત મળી શકે છે. તે જ સમયે, ગરીબો પર જાહેર ખર્ચ વધારવાની સાથે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: BUDGET 2023: ફેબ્રુઆરીથી વધશે ખિસ્સા ખર્ચ, વાહન-ફ્યૂલ તમામ વસ્તુ મોંઘી
ભાજપ સામાન્ય બજેટ પર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવશે: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સામાન્ય બજેટની ચર્ચા કરવા માટે ફેબ્રુઆરી 1 થી 12 સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે નવ સભ્યોની કમિટીની રચના કરી છે. જેના સંયોજક બિહારના પૂર્વ ઉપમુખ્યપ્રધાન અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીને બનાવવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, કિસાન મોરચાના અધ્યક્ષ રાજકુમાર ચાહર, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને ઘણા આર્થિક નિષ્ણાતોને આ સમિતિમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Budget 2023: 150 વર્ષથી પણ જૂનો બજેટનો ઈતિહાસ, ગુજરાતીએ આપ્યું હતું સૌથી ટૂંકુ ભાષણ
50 મહત્વપૂર્ણ કેન્દ્રોની મુલાકાત: સુશીલ મોદી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ સમિતિએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં તેની પ્રથમ બેઠકમાં નિર્ણય લીધો હતો કે 4-5 ફેબ્રુઆરી વચ્ચે કેન્દ્રીય પ્રધાનો, પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ તમામ રાજ્યોની રાજધાનીઓ સહિત 50 મહત્વપૂર્ણ કેન્દ્રોની મુલાકાત લેશે. અને આર્થિક નિષ્ણાતો 'બજેટ પર કોન્ફરન્સ' અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રદેશ પ્રમુખો, વિપક્ષના નેતાઓ 2 ફેબ્રુઆરીએ તેમના રાજ્યોમાં મીડિયા સાથે બજેટની યોગ્યતાઓ વિશે ચર્ચા કરશે.