નવી દિલ્હી: અલીપોર (Alipur wall collapse ) વિસ્તારમાં નિર્માણાધીન એક વેરહાઉસ શુક્રવારે અચાનક ધરાશાયી (Delhi wall collapse ) થઈ ગયું. જેમાં 5 મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે. આમાં ઘણા વધુ લોકો દટાયા હોવાનું કહેવાય છે. દિલ્હી ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે ત્યાં 20થી 25 મજૂરો કામ કરી રહ્યા હતા.
-
Alipur wall collapse, Delhi | 5 dead, 9 injured including 2 critical cases. Debris being cleared from the site: Delhi Police pic.twitter.com/imcY7jApt5
— ANI (@ANI) July 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Alipur wall collapse, Delhi | 5 dead, 9 injured including 2 critical cases. Debris being cleared from the site: Delhi Police pic.twitter.com/imcY7jApt5
— ANI (@ANI) July 15, 2022Alipur wall collapse, Delhi | 5 dead, 9 injured including 2 critical cases. Debris being cleared from the site: Delhi Police pic.twitter.com/imcY7jApt5
— ANI (@ANI) July 15, 2022
આ પણ વાંચો: કોસ્ટગાર્ડનું રેસક્યુ ઑપરેશન,બે દિવસથી ધાબે ફસાયેલી 11 મહિનાની બાળકી સહિત 3ને બચાવ્યા
ગેરકાયદેસર વેરહાઉસ: સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વેરહાઉસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યું છે, લેખિતમાં ફરિયાદ કરવા છતાં બાંધકામ અટકાવવામાં આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, હજુ પણ ઘણા લોકોના દટાઈ જવાની આશંકા છે.
આ પણ વાંચો: દેશની ટોપ ટેન શૈક્ષણિક સંસ્થામાં IIT રૂરકીને મળ્યું સ્થાન, કેન્દ્ર સરકાર 175 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડશે
પોલીસ પ્રશાસને બચાવ કામગીરી (Delhi Police at spot for rescue) શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ લોકોને સારવાર માટે રાજા હરીશ ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદ મળવા છતાં ડીએમ અને એસડીએમ ઓફિસ ગેરકાયદે ગોડાઉનનું નિર્માણ અટકાવી રહી નથી.