ETV Bharat / bharat

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ PM મોદી સાથે કરી વાત અને માગી આ મદદ - Zelensky talks to PM Modi

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War)વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister narendra modi) સાથે ફોન પર વાત (Zelensky talks to PM Modi) કરી.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ PM મોદી સાથે કરી વાત, માંગી મદદ

author img

By

Published : Feb 26, 2022, 7:34 PM IST

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (Russia Ukraine War) વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister narendra modi) સાથે ફોન પર વાત (ukrain pm spoke with narendra modi) કરી. ઝેલેન્સકીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી, સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ સમયે 1 લાખથી વધુ સૈનિકોએ તેમની જમીન પર હુમલો કર્યો છે. તેમણે પીએમ મોદીને રાજકીય સમર્થનની અપીલ કરી છે. ઝેલેન્સકીએ એક ટ્વીટમાં કહ્યું છે કે, તેમણે ભારતને સુરક્ષા પરિષદમાં યુક્રેનને સમર્થન આપવા વિનંતી કરી છે.

  • Spoke with 🇮🇳 Prime Minister @narendramodi. Informed of the course of 🇺🇦 repulsing 🇷🇺 aggression. More than 100,000 invaders are on our land. They insidiously fire on residential buildings. Urged 🇮🇳 to give us political support in🇺🇳 Security Council. Stop the aggressor together!

    — Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓનો રોષ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પર ઠાલવ્યો ગુસ્સો

પીએમ મોદીએ શાંતિના પ્રયાસોમાં યોગદાન આપવા ભારતની ઈચ્છા દર્શાવી

આ અંગે પીએમઓએ જણાવ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી, ત્યારે વડાપ્રધાને ચાલુ સંઘર્ષને કારણે જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ હિંસા અને સંવાદનો તાત્કાલિક અંત લાવવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિના પ્રયાસોમાં શક્ય દરેક રીતે યોગદાન આપવા ભારતની ઈચ્છા દર્શાવી.

આ પણ વાંચો: INDIA RUSSIA RELATIONS: અમેરિકાને ભારત અને રશિયાના સંબંધોથી કોઈ સમસ્યા નથી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.