- કોવિશિલ્ડ વેક્સિનને UKએ આપી માન્યતા
- નવા નિયમો અનુસાર ટ્રાવેલ એડવાઈઝરી 4 ઓક્ટોબરથી લાગુ
- UKમાં કોવિશિલ્ડ વેક્સિન અંગે અગાઉ ભારતે વ્યક્ત કરી હતી નારાજગી
નવી દિલ્હી: ભારતના દબાણ બાદ આખરે બ્રિટને 'કોવિશિલ્ડ' (Covishield Vaccine) રસીને માન્ય રસી તરીકે સ્વીકારી છે. આ અગાઉ, ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ કહ્યું હતું કે, વિદેશ પ્રધાને બ્રિટનના નવા વિદેશ સચિવ એલિઝાબેથ ટ્રસ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, તેમને ખાતરી આપવામાં આવી છે કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોવિશિલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે અને તે યુકે જતા ભારતીય નાગરિકોને અસર કરી રહી છે.
સર્ટિફિકેશનનો મુદ્દો હજુ અનામત
UK સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ભારતીય કોવિશિલ્ડની (Indian vaccine) કોરોના રસી લઈને UK જશે, તો તેમને હજુ પણ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. આ બાબતે UK સરકારે કહ્યું હતું કે 'સર્ટિફિકેશન' નો મુદ્દો હજુ અનામત છે. નવા નિયમો અનુસાર ટ્રાવેલ એડવાઈઝરી 4 ઓક્ટોબરથી લાગુ થશે.
અગાઉ ભારતે કરી હતી નારાજગી વ્યક્ત
અગાઉ ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રિંગલાએ કહ્યું હતું કે, વિદેશ પ્રધાને બ્રિટનના નવા વિદેશ સચિવ એલિઝાબેથ ટ્રસ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. વધુંમાં તેમણે કહ્યું કે, તેમને ખાતરી આપવામાં આવી છે કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાશે. તેમણે કહ્યું હતું કે કોવિશિલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે અને તે UK જતા ભારતીય નાગરિકોને અસર કરી રહી છે.
કોવિશિલ્ડનું રસીકરણ માન્ય
ઉલ્લેખનીય છે કે, UKના નવા ટ્રાવેલ એડવાઈઝરી મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશિલ્ડ રસીના બન્ને ડોઝ ધરાવતા લોકોનું રસીકરણ માન્ય નહોતું અને UK પહોંચ્યા બાદ તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર હતી. આથી, બ્રિટનના આ નિર્ણયની વ્યાપક નિંદા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: