- બે પોલીસકર્મીઓ પર બે સગી બહેનો દ્વારા ગેંગરેપનો આરોપ
- બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી
- દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશન ના પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો
નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કેન્ટ વિસ્તારમાં તૈનાત બે પોલીસકર્મીઓ પર બે સગી બહેનો દ્વારા ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતની પુષ્ટિ DCP સાઉથ વેસ્ટ ઇંગિત પ્રતાપસિંહ (DCP South West Ingit Pratap Singh) એ કરી છે.
બંને પીડિતા બે સગી બહેનો છે
આ મામલો બે દિવસ જૂનો છે. બંને પીડિતા બે સગી બહેનો છે. તેણે બે પોલીસકર્મીઓ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં યુવતીઓની ફરિયાદના આધારે દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશન (Delhi Cantt Police Station)ના પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ ગેંગરેપનો છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ આ ઘટના સ્મશાનની અંદરની હતી કે બહારની એ શોધવાની કોશિશ કરી રહી છે. પોલીસ ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે. જેથી ઘટના સંદર્ભે કેટલીક ચાવી મળી શકે.
આ પણ વાંચો: સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ