બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં એક વ્યક્તિની હત્યા કરનાર બે આરોપીની આઠ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ બેંગલુરુ ગ્રામીણ હેઠળના જીગાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરીને લાશના ટુકડા કરીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આઠ વર્ષ બાદ પોલીસે મહારાષ્ટ્રના નાસિકમાંથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
પ્રેમ સંબંધમાં અડચણ બનતાં કરી હત્યા: આ સંદર્ભે પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી શંકરપ્પા અને ભાગ્યશ્રી સસાબાલુ વિજયપુરાના રહેવાસી છે. આરોપી શંકરપ્પાએ જે મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેને છોડીને બેંગ્લોર જીગાનીની એક ખાનગી કંપનીમાં નોકરી કરવા આવ્યો હતો. હત્યાનું કારણ શંકરપ્પાના ભાગ્યશ્રી સાથેના ગેરકાયદેસર સંબંધો હતા. આ કારણોસર શંકરપ્પા અને ભાગ્યશ્રીએ ભાગ્યશ્રીના ભાઈ નિંગારાજુને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું અને તેની હત્યા કરી નાખી.
આ પણ વાંચો: Delhi Crime News: દિલ્હીમાં એક વ્યક્તિએ પોતાનું જ ગળું કાપી પોલીસની પિસ્તોલ છીનવી ફાયરિંગ પણ કર્યું
મહિલાએ પોતાના જ ભાઈની કરી હત્યા: ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં નિંગારાજુ તેની બહેનને જોવા જીગાની પહોંચ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું કે શંકરપ્પા અને ભાગ્યશ્રી એક જ ઘરમાં રહેતા હતા. આ વાતને લઈને નિંગારાજુએ તેની બહેન સાથે ઝઘડો કર્યો હતો. જેનાથી ગુસ્સે થઈને ભાગ્યશ્રીએ તેના પ્રેમી શંકરપ્પા સાથે મળીને તેના ભાઈ નિંગારાજુની હત્યા કરી નાખી. આટલું જ નહીં, બંને હત્યાના આરોપીઓએ લાશના ટુકડા કરી અનેક જગ્યાએ કોથળામાં નાખી દીધા હતા. આ ક્રમમાં 11 ઓગસ્ટ, 2015ના રોજ ઔદ્યોગિક વિસ્તારના KIADB વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીમાંથી લાશના ટુકડા મળી આવ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad Crime : પાર્ટી પ્લોટમાં તોડફોડ કરનારા 10 બદમાશો ઝડપાયા
આઠ વર્ષ પછી ઝડપાયા આરોપી: પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જો કે સતત શોધખોળ કરવા છતાં આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ ઘણી તપાસ બાદ પોલીસે ફરાર આરોપીની મહારાષ્ટ્રના નાસિકથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા બાદ આરોપીઓ આધાર કાર્ડ અને મોબાઈલનો ઉપયોગ કરતા ન હતા અને દસ્તાવેજો આપવામાં પણ સાવચેતી રાખતા હતા. બીજી તરફ આરોપી શંકરપ્પાએ પોતાનું નામ બદલીને શંકર રાખ્યું હતું અને મહારાષ્ટ્રમાં ભાગ્યશ્રીના કામમાં જોડાયો હતો.