ETV Bharat / bharat

IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લૉક - IT પ્રધાન રવિશંકર પ્રસાદ ટ્વીટર એકાઉન્ટ બ્લોક

ટ્વિટર દ્વારા કેન્દ્રીય કાયદા અને IT પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ શુક્રવારે સવારે એક કલાક માટે બ્લોક કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે, તેમણે ટ્વીટર પર ડિજીટલ એક્ટને લગતા અમેરિકન કાયદાનું ઉલંઘ્ઘન કર્યું હતું. જો કે, તેમને ટ્વીટરે કેટલીક સૂચનાઓ આપ્યા બાદ તેમનું એકાઉન્ટ અનબ્લોક કર્યું હતું.

રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદ
author img

By

Published : Jun 25, 2021, 7:01 PM IST

  • IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ થયું બ્લોક
  • ટ્વિટ કરી તેમના ફૉલોઅર્સને આપી માહિતી
  • એકાઉન્ટ વિરુદ્ધ કોઈ નોટિસ મળે તો તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે

નવી દિલ્હી: શુક્રવારની સવારે એક કલાક માટે IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું, એક કલાક બાદ તેના પર પ્રતિક્રિયા આપી તેમણે આ અંગે તેમણે ટ્વિટ કરી તેમના ફોલોઅર્સને માહિતી આપી હતી. એકાઉન્ટ એક્સેસ કરતા સમયે ટ્વિટર દ્વારા એવી સૂચનાઓ અપાઈ રહી હતી કે, તેમના એકાઉન્ટ દ્વારા અમેરિકાના ડિઝીટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટનું ઉલંઘ્ઘનથયું છે.

આ પણ વાંચો: કાયદાનું સુરક્ષા કવચ જોઇએ તો દેશના નિયમોનું પાલન કરેઃ રવિશંકરે ટ્વીટરને આપી સલાહ

ટ્વિટરે IT પ્રધાનને આપી સૂચનાઓ

તેમણે એકાઉન્ટના બ્લોક અને અનબ્લોક થયાની બન્ને ઘટનાઓના સ્ક્રિન-શોટ શેર કર્યા છે. ટ્વિટરે તેમનું એકાઉન્ટ અનબ્લોક કર્યા બાદ પણ સૂચનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં તેમના એકાઉન્ટ વિરુદ્ધ કોઈ નોટિસ મળે તો તેમનું એકાઉન્ટ ફરી બ્લોક અથવા સસ્પેન્ડ કરવામાં આવશે. આ તેમની કંપનીની પોલિસીનું ઉલંઘ્ઘન છે.

પ્રધાને ટ્વીટ કરી આપી માહિતી
પ્રધાને ટ્વીટ કરી આપી માહિતી

આ પણ વાંચો: આરોગ્ય સેતુ એપ ગોપનીયતા અને ડેટા સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત: રવિશંકર પ્રસાદ

આ જ મુદ્દે યોજાઈ હતી એક અઠવાડીયા પહેલા મિટિંગ

સરકાર અને ટ્વિટર વચ્ચે થોડા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ સંદર્ભે ગયા અઠવાડીયે IT મિનિસ્ટ્રી સાથે જોડાયેલી સાંસદ સમિતિ સાથે ટ્વિટરના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી ત્યારે ટ્વિટરે ચૂસ્ત પણે પોતાની પોલિસીને ફોલોવ કરવાની વાત કરી હતી. સમિતિએ આ મુદ્દે ઉત્તર આપ્યો હતો કે, તમારી પોલિસી કરતા અમારા દેશના કાયદાઓ વધુ મહત્વના છે. સમિતિ બેઠકના માત્ર એક જ અઠવાડીયા બાદ IT પ્રધાનનું જ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.