હૈદરાબાદ: ગુરુવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra modi telangana visit)ના આગમન પર, TRS પાર્ટીએ સમગ્ર શહેરમાં બેનરો લગાવીને PMનું 17 પ્રશ્નો સાથે સ્વાગત (TRS party welcome modi) કર્યું. આ બેનરોમાં મેડિકલ કોલેજો સહિત વિકાસના પ્રોજેક્ટ, શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવામાં વિલંબ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ બેનરો TRS યુવા પાંખના નેતાઓ દ્વારા સમગ્ર હૈદરાબાદ શહેરમાં લગાવવામાં આવ્યા હતા.
- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન ક્યાં ગઈ?
- તેલંગાણા માટે કોઈ ડિફેન્સ કોરિડોરને મંજૂરી નથી
- પૂર પીડિતો માટે ભંડોળ નથી
- મેગા પાવરલૂમ ટેક્સટાઇલ ક્લસ્ટર તેલંગાણાને એક પણ આપવામાં આવ્યું નથી
- મેડિકલ કોલેજ મંજૂર નથી
- બાયરામ સ્ટીલ ફેક્ટરી ક્યાં છે
- પલામુરુ-રંગારેડ્ડી પ્રોજેક્ટની સ્થિતિ શું છે?
- ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન હૈદરાબાદથી ગુજરાતમાં શિફ્ટ થયું
- શું છે કાલેશ્વર પ્રોજેક્ટની સ્થિતિ
- તેલંગાણામાં નવી નવોદય વિદ્યાલયને મંજૂરી નથી
- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્વેસ્ટમેન્ટ રિજન ક્યાં છે
- ભગીરથ કમિશનનું શું થયું
- નિઝામાબાદ માટે ટર્મિક બોર્ડ મંજૂર નથી
- તેલંગાણાનું IIM ક્યાં છે
- ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનનું શું થયું
- ફાર્મા સિટી તેલંગાણા માટે કઈ નાણાકીય મદદ આપવામાં આવી હતી