- ચીને તાઇવાનની એરસ્પેસમાં મોકલ્યા 52 યુદ્ધ વિમાન
- ચીનની કાર્યવાહીથી અમેરિકા નારાજ, આપી ચેતવણી
- તાઇવાને પણ ચીનને ચેતવણી આપતા યુદ્ધ વિમાનો માકલ્યા હતા
નવી દિલ્હી: સતત 3 દિવસથી તાઇવાનનું સૈન્ય દમન કરી રહેલા ચીને આ સ્વાયત્ત ક્ષેત્રની સામે પોતાની શક્તિનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કરતા 4 ઑક્ટોબરના તાઇપે તરફ 52 યુદ્ધ વિમાનો (Fighter Jets) ઉડાવ્યા. તાઇવાનના સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense of Taiwan) પ્રમાણે ઉડનારા યુદ્ધ વિમાનોને પાછા જવા માટે મજબૂર કરવામાં આવ્યા અને તેની એર ડિફેન્સ સિસ્ટમથી ચીની યુદ્ધ વિમાનોની હિલચાલ પર નજર રાખી. ચીનની આ કાર્યવાહીથી અમેરિકા ખુશ નથી.
2021 અમેરિકા માટે ખરાબ રહ્યું
ઉલ્લેખનીય છે કે ચીને તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ક્ષેત્રની ઉપરથી અનેક વિમાન ઉડાવ્યા, ત્યારબાદથી તાઇવાને પણ ચીનને ચેતવણી આપવા માટે પોતાના વિમાન મોકલ્યા હતા. હવે આ મામલે અમેરિકા ભડક્યું છે અને તેણે ચીનને ચેતવણી આપી છે. અમેરિકાએ આ મામલે ચીનને તેની ઉશ્કેરવાની સૈન્ય ગતિવિધિઓ રોકવા કહ્યું છે. જો કે વર્ષ 2021ને પૂર્ણ થવામાં હજુ 2 મહિના બાકી છે, પરંતુ આ વર્ષ ચીન માટે સારું તો સંયુક્ત રાજ્ય અમેરિકા માટે ખરાબ માનવામાં આવશે.
બાઇડેન અને જિનપિંગ વચ્ચે 90 મિનિટ વાતચીત
મ્યાંમારમાં 1 જાન્યુઆરીથી બળવો થયો ત્યાંથી લઇને 15 ઑગષ્ટના કાબુલ પર તાલિબાનના કબજા સુધી ચીનના વ્યૂહાત્મક પગલાઓ અને સ્થિતિએ અમેરિકાના નુકસાન માટે ઘણું કર્યું છે. તો તાઇનાનને લઇને ચીનની સાથે ઝડપથી વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્વીકાર કર્યો છે કે તેઓ અને ચીની સુપ્રીમો શી જિનપિંગ હાલમાં જ 90 મિનિટ લાંબી ફોન પર વાતચીત દરમિયાન તાઇવાન કરારનું પાલન કરવા માટે સંમત થયા છે. તો યુદ્ધને લઇને 'વન ચાઇના' નીતિ માટે અમેરિકાની સ્વીકૃતિ માટે તેનું પહેલાં જેવું જ પુનરાવર્તન છે. આ ક્રમમાં બાઇડેને મંગળવારના વ્હાઇટ હાઉસમાં કહ્યું, "મેં શી સાથે તાઇવાન વિશે વાત કરી છે. અમે સંમત છીએ. અમે તાઇવાન કરારનું પાલન કરીશું. અમે એ સ્પષ્ટ કરી દીધું છે કે મને નથી લાગતું કે તેણે સમજૂતીનું પાલન કરવા ઉપરાંત કંઇ બીજું કરવું જોઇએ."
અમેરિકાની શાખને નુકસાન
બીજી તરફ અમેરિકા ફક્ત ચીનને માન્યતા આપે છે, પરંતુ એ આશા સાથે પોતાના વલણને પૂર્ણ કરે છે કે તાઇવાનનું ભવિષ્ય શાંતિપૂર્ણ રીતે નક્કી થશે. તો ચીન તાઇવાન પર પોતાનો દાવો કરે છે, પરંતુ પછી તે તેને ફગાવી દે છે. તો 1 જુલાઈના ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઇવાનને ચીનની સાથે એક કરવાના સોગંધ ખાધા હતા. રવિવાર બાદથી ચીને તાઇવાનના એર ડિફેન્સ ડિટેક્શન ઝોનમાં પોતાના 145થી વધારે સૈન્ય વિમાન ઉડાડ્યા હતા. આના પર તાઇવાને જવાબમાં પોતાના વિમાન મોકલ્યા હતા. ચીનની લડાઈ જ્યાં તાઇવાનને લઇને છે, તો અમેરિકા માટે મ્યાંમાર અને અફઘાનિસ્તાન બાદ પોતાની શાખના ત્રીજા મોટા નુકસાન તરીકે છે.
મ્યાંમાર
મ્યાંમારમાં સત્તાપલટાના પરિણામસ્વરૂપ રાજધાની નાએપ્યીડોમાં એક ઘણી જ સહાયક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી જે ચીનના હિતોની રક્ષા માટે તમામ રીતે જઈ શકે છે. આનાથી ચીનને કોઈ દ્વારા પૂછ્યા વગર સીધા દરિયા સુધી પહોંચવાની સહાયતા મળી શકે છે. આ સાથે જ ચીને પહેલાથી જ એક દરિયાઈ રોડ માર્ગનું સંચાલન શરૂ કરી દીધું છે, જેનું ઉદ્ઘાટન 26 ઑગષ્ટના કરવામાં આવ્યું હતું જે ચેંગડૂના મહેસૂલ અને સૈન્ય કેન્દ્રને યાંગૂન બંદર અને પછી સિંગાપુરથી જોડે છે. આ ત્યારે થયું છે જ્યારે બેઇજિંગ મ્યાંમારના ક્યુકફ્યૂમાં પોતાનું ત્રીજું બંદર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આના બની જવાથી ચીનના હિંદ મહાસાગર સુધી પહોંચવા માટેની યોજનાઓની વધુ એક મહત્વપૂર્ણ પ્રગતિ તરીકે જોવા મળશે. બીજી તરફ સત્તાપલટાએ મ્યાંમારમાં અમેરિકા અને તેના સહયોગીઓ માટે યુદ્ધાભ્યાસની જગ્યાની સીમિત કરી દીધી છે.
અફઘાનિસ્તાન
કેટલીક ઘટનાઓના કારણે વૈશ્વિક સમુદાયની વચ્ચે અમેરિકાની ઘણી જ બદનામી થઈ છે, જેમાં ઉતાવળમાં અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસી પણ સામેલ છે. અમેરિકા અલ કાયદાને મજબૂત સ્થિતિમાં આવવાથી રોકવામાં પણ અસફળ રહ્યું છે. 2001માં અમેરકન સેનાએ અફઘાનિસ્તાનમાં હુમલો કરીને આતંકવાદીઓ ખદેડવાની ભારે કિંમત ચૂકવવી પડી હતી. સાથે જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના હથિયાર, યંત્રો તેમજ પ્લેન સહિત અન્ય સામાન તાલિબાનના ભરોસે છોડી દીધા છે, જે અમેરિકાની નબળાઈ સાબિત કરે છે. અફઘાનિસ્તાન પ્રકરણ અમેરિકા માટે એક દુ:ખદ ગાથા છે, તો ચીન અને તાલિબાનની દોસ્તીનું પ્રમાણ.
અમેરિકાએ ચીનની કાર્યવાહીને જોખમી ગણાવી
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે તાઈવાન નજીક મોટી સંખ્યામાં લશ્કરી વિમાનોની અવરજવર સાથે ચીન પોતાની લશ્કરી શક્તિ બતાવી રહ્યું છે અને તેણે આ ટાપુ દેશની મુશ્કેલીઓ વધારીને આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો દાવો કર્યો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ સોમવારે 52 વિમાનોને તાઇવાનના દક્ષિણ પશ્ચિમ કિનારે આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં મોકલ્યા હતા. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પ્રદેશના દેશો ચીનનો વિરોધ કરી રહ્યા છે, અમેરિકાએ ચીનની તાજેતરની કાર્યવાહીને જોખમી અને અસ્થિર ગણાવી છે, જ્યારે ચીને કહ્યું કે, અમેરિકા તાઇવાનને હથિયારો વેચી રહ્યું છે.
તાઇવાન માટે છેલ્લા 40 વર્ષની સૌથી ગંભીર સ્થિતિ
અમેરિકાએ બેઇજિંગના ક્ષેત્રીય દાવાઓને પડકાર આપતા પોતાના સહયોગી દેશોની સાથે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં નૌસૈનિક ગતિવિધિઓ ઝડપી કરી દીધી છે. તાઇવાની સંરક્ષણ પ્રધાન ચિઉ કુઓ તેંગે બુધવારના ધારાસભ્યોથી કહ્યું કે, છેલ્લા 40 વર્ષની સૌથી ગંભીર સ્થિતિ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે અત્યારે યુદ્ધની શક્યતા નથી, પરંતુ તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેને ચેતવણી આપી કે જો બેઇજિંગ બળપૂર્વક ટાપૂ દેશ પર કબજો કરવાની ધમકીઓને હકીકતમાં કરવા જશે તો ઘણું દાવ પર લાગશે.
આ પણ વાંચો: Earthquake In Pakistan : પાકિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 15થી વધુના મોત
આ પણ વાંચો: પાકિસ્તાન સલામતીની વાત કરે, પીઅમે લાદેન જેવા આતંકવાદીઓને મહિમા આપે છે: રાઈટ ઓફ રિપ્લાય