ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો - ચિનાર કોર્પ્સ

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાબળોના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો છે. મૃતક આતંકવાદીની ઓળખ અનાયત અશરફ ડાર તરીકે થઈ હતી, જે એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો.

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો

author img

By

Published : Sep 23, 2021, 8:57 AM IST

Updated : Sep 23, 2021, 9:06 AM IST

  • દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા બળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો
  • સેનાને ચિત્રગામના કેશ્વા ગામમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી
  • બુધવારે રાત્રે આતંકવાદી આતંકી અનાયત અસરફ ડારે એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા બળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર ચિત્રગામ વિસ્તારમાં થયું હતું. મળતી માહિતી અનુસાર, ચિત્રગામના કેશ્વા ગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની સૂચના મળતા સુરક્ષા બળોના જવાનોએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તે દરમિયાન એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર મરાયો છે. પોલીસના મતે, બુધવારે રાત્રે આતંકવાદી અનાયત અસરફ ડારે એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ સેનાના સૂત્રોથી મળેલા ઈનપુટના આધારે આતંકવાદીને શોધવા સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીને ઠાર માર્યો હતો.

  • Last night, an active terrorist, Anayat Ashraf Dar, who was an OGW & also involved in drugs in Keshwa, Shopian, fired upon a civilian & injured him. After input from sources, a CASO was launched at village Keshwa & the area was cordoned off: Jammu & Kashmir Police (1/2)

    — ANI (@ANI) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Jammu & Kashmir: A terrorist has been killed in an encounter with security forces during a search & cordon operation in Kashwa, Shopian. The security forces launched the operation after he fired upon a civilian last night, as per police.

    (Visuals deferred by unspecified time) pic.twitter.com/1QqbGUsyOu

ઘટનાસ્થળ પરથી પિસ્તોલ અને દારૂગોળો મળ્યો

આ અંગે મળતી માહિતી અનુસાર, સેનાએ આતંકવાદીને મારતા પહેલા સરેન્ડર કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે ઈનકાર કરી દીધો હતો. સેનાને ઘટનાસ્થળ પરથી એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. સેનાએ આતંકવાદી અસરફ ડારને સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેણે સેનાની વાત માનવાથી ઈનકાર કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક આતંકવાદી ડાર ડ્રગ્સ મામલામાં પણ શામેલ હતો.

  • An encounter breaks out at Kashwa area of Shopian. Police & Security Forces are undertaking the operation. Details awaited: Jammu & Kashmir Police

આતંકીઓ સામે DGP દિલબાગ સિંહનું કડક વલણ

આપને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશના શાંત વાતાવરણને ખરાબ કરવા માટે દેશવિરોધી તત્ત્વોની કોઈ પણ પ્રવૃત્તિઓનો કડકાઈ સાથે સામનો કરવામાં આવશે. શ્રીનગરમાં આવેલા ચિનાર કોર્પ્સ (15 કોર)ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેયે 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ઘાટીમાં વર્તમાનમાં 60થી 70 પાકિસ્તાની આતંકવાદી સક્રિય છે. તેમણે કહ્યું હતું કે, સીમા ઓળંગીને ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ કરાયા છે. આ સાથે જ ઉરીમાં એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં અમને લાગે છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો- કાશ્મીર ઘાટીમાં 60થી 70 પાક આતંકીઓ સક્રિય: લેફ્ટનન્ટ જનરલ પાંડે

Last Updated : Sep 23, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.