ETV Bharat / bharat

આ આદિવાસી મહિલાઓ ઓનલાઇન સાવરણી વેચીને બનશે આત્મનિર્ભર

author img

By

Published : Apr 22, 2021, 6:03 AM IST

આપણે બધા જ સામાન્ય રીતે સાવરણી વાપરીએ છીએ પણ આ સાવરણી કેટલી મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. રાયગડા સહિતના સાત ગામની મહિલાઓ હવે ઇ-કોર્મસના માધ્યમથી સાવરણી વેચશે અને પોતાના પરીવારનું જીવન વ્યાપન કરશે.

આ આદિવાસી મહિલાઓ ઓનલાઇન સાવરણી વેચીને બનશે આત્મનિર્ભર
આ આદિવાસી મહિલાઓ ઓનલાઇન સાવરણી વેચીને બનશે આત્મનિર્ભર

  • ઓનલાઇન વેચાશે સાવરણી
  • સાવરણી બની આવકનું સાધન
  • અનેર મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

રાયગડા: સાફ સફાઇ માટે સાવરણી ખૂબ જ જરૂરૂી હોય છે. ભલે તે અમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિ માટે સાવરણી ખૂબ જ જરૂરી વસ્તુ છે. વિજ્ઞાનના વિકાસ છતાં આજે પણ સાવરણી સ્વચ્છતાનું પ્રતિક છે. હવે આ સાવરણી ગૃહિણીની સાથી તો છે જ પણ હવે ઇ-કોમર્સના માધ્યમથી દેશ વિદેશમાં પણ તે વેચાશે અને કમાણીનું સાધન પણ બનશે. હા તમે સાચું સાંભળી રહ્યાં છો, રાયગડાના નરમ ઝાડુ ઇ-કોર્મસ પ્લેટફોર્મ અમેઝોન પર વેચાશે. તમે દુનિયાના કોઇ પણ ખૂણામાં રહીને એક સિંગલ ક્લિકથી નાના જંગલી છોડથી બનેલી સાવરણી ઓર્ડર કરી શકશો. આ વિષયમાં રાયગડા જિલ્લા તંત્ર દ્વારા અમેઝોન સાથે વાતચીત કરીને તમામ તૈયારીઓ કરી લીધી છે. જ્યારે બારકોડ સિસ્ટમ લાગુ થશે તેના 3 મહિનાની અંદર જ ઇ-માર્કેટમાં આ નરમ સાવરણીઓ ઉપલબ્ધ હશે.

પહાડી વિસ્તારમાં બને છે આ સાવણી

આ નરમ સાવરણી ઓડિસાના દક્ષિણી પહાડી વિસ્તારમાં કોરાપુટ, કલાહાંડી, મલકાનગિરી અને રાયગડા જેવા વિસ્તારોમાં બનાવવામાં આવે છે. જ્યાં મોટાભાગે આદિવાસી લોકો જ રહે છે. જંગલ વિસ્તારમાંથી સાવરણીનો સામાન ભેગો કરવામાં આવે છે અને પછી સુકવવામાં આવે છે. સાવરણી બનાવીને મહિલાઓ આસપાસના બજારોમાં તેને વેચવા માટે જાય છે. આ મહિલાઓ અભણ છે અને સ્વભાવે સરળ છે. તેઓ ઓછા સંસાધનોમાં ઓછું ઉત્પાદન કરી શકે છે અને ખૂબ જ ઓછી કિંમતમાં વેચી શકે છે. જો કે તંત્રની દરમિયાનગીરીથી આ મહિલાઓ હવે આત્મનિર્ભર બની છે. આ સાવરણીના ઉત્પાદન અંગે આદિવાસી મહિલાઓએ ETV Bharatને જણાવ્યું હતું કે, "પહેલા ખૂબ જ ઓછી સંખ્યામાં સાવરણી મળતી હતી, જેથી અમને ઓછી આવક થતી હતી. હવે અમે વધારે પ્રમાણમાં સાવરણી બનાવી રહ્યાં છીએ કેમકે અમને સારું પ્રોત્સાહન મળી રહ્યું છે. આ સાથે અમે સારું કમાઇ રહ્યાં છીએ."

વધુ વાંચો: ઓડિસામાં તૈયાર કરાઇ અનોખી સાડી

લાંબો સમય ચાલે છે આ પહાડી સાવરણી

રાયગડાની નરમ સાવરણી સામાન્ય સાવરણી કરતાં વધારે સારી ક્વોલિટીની હોય છે. પહાડોમાં તૈયાર થતી આ સાવરણીને પહાડી સાવરણી પણ કહેવામાં આવે છે. મોટા ભાગની સાવરણીનું ઉત્પાદન આસામમાં કરવામાં આવતું હતું. જે નદીઓની આસપાસ અથવા પાણીના સ્ત્રોતની આસપાસ ઉગતી વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. આ સાવરણી 2 કે 3 મહિના ચાલે છે પછી ખરાબ થઇ જાય છે પણ રાયગડાની સાવરણી લાંબો સમય ચાલે છે એટલે જ તેની માંગ ખૂબ જ વધારે છે. આથી જ જિલ્લા તંત્ર ગ્રામીણ મહિલાઓને સાવરણી બનાવવાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, "અમારી સાવરણી દેશી છે. અમે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરીને સાવરણી બનાવીએ છીએ. અમે વૃદ્ધ મહિલાઓની પણ મદદ લઇએ છીએ. એક સાવરણી બનાવવાના અમને પાંચ પૈસા મળે છે. અમે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કામ કરીએ છીએ. ઘરનું કામ પતાવીને અમે સાવરણી બનાવી શકીએ છીએ. બાળકોને શાળાએ પણ મોકલી શકીએ છીએ અને અમને સારી કમાણી પણ થાય છે." આ અંગે સ્થાનિક અધિકારીએ ETV Bharatને જણાવ્યું હતું કે, "અમે અમેઝોનમાં રાયગડાની સાવરણી અમેઝોન પર વેચવા માટે ઇપ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. પ્રથમ તબક્કાનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યુ છે. મોટા મોલમાં આ સાવરણી વેચવા માટેના ઉદ્દેશ્યથી અમે કોડિંગની વ્યવસ્થા કરી રહ્યાં છીએ. આ વર્ષે અમે એક લાખ સાવરણી વેચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે."

વધુ વાંચો: 93 વર્ષે પણ સંગીતની સેવા કરી રહ્યાં છે કરતાર સિંહ

સાવરણીએ બનાવ્યા આત્મનિર્ભર

સામાન્ય રીતે ઘરના એક ખૂણામાં રહેતી સાવરણીએ આદિવાસી લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે સાથે જ સ્વદેશી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન પણ આપ્યું છે. જો આને વિકસીત કરવામાં આવે અને યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે તો રાજ્ય, દેશ અને વિદેશના ઘરમાં આ સાવરણી જોવા મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.