વિજયવાડા: આંધ્ર પ્રદેશની પોલીસે વિજયવાડા (vijayawada police Commissioner) કમિશનરેટ વિસ્તારમાં આશરે રૂ. 2 કરોડની કિંમતની (Liquor worth Rs. 2 crores were destroyed) દારૂની 62 હજાર બોટલોનો રોડ રોલર વડે નાશ કર્યો હતો. કમિશનર કાંતિરાનાએ જણાવ્યું હતું કે, આમાં ન માત્ર દેશીદારૂ પણ વિદેશી (Bottle of Foreign liquor in AP) દારૂના પણ સમાવેશ થાય છે. જેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: લઠ્ઠાકાંડ બાદ અજીબ ઘટના, દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર
2 કરોડનો દારૂ: આંધ્ર પ્રદેશ પોલીસે છેલ્લા બે વર્ષમાં વિજયવાડા કમિશનરેટમાં પકડાયેલા ગેરકાયદેસર દારૂનો પર્દાફાશ કર્યો છે. ઓ માર્કેટ યાર્ડમાં પોલીસે અંદાજે રૂ.2 કરોડની કિંમતની 62,000 દારૂની બોટલોનો નાશ કર્યો હતો. કમિશનર કાંતિરાના જણાવ્યું હતું કે વિદેશી દારૂની બોટલ ઉપર પણ રોલર ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસે ઉમેર્યું કે, દારૂની ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી પર ચાંપતી નજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: લમ્પી વાયરસને લઈને માત્ર દુઆની આશા, જૂનાગઢમાં ગાય તરફડીને મૃત્યુને ભેટી
કાયદેસરની કાર્યવાહી થશે: આવી ગુનાહીત પ્રવૃતિમાં રહેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યની સરહદ અને ચેકપોસ્ટ પર આ મામલે તપાસ ચાલું છે. એવું બહાર આવ્યું છે કે મૈલાવરમ, વિસ્નાપેટ અને કમિશનરેટના અન્ય અધિકારક્ષેત્રોમાં વિશેષ તકેદારી રાખવામાં આવશે.