બક્સર: બિહારના બક્સરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં ઉત્તરપૂર્વ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12506 જેમાં છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પાટા પરથી ઉતરેલા કોચને પાટા પર લાવવા માટે ટેકનિકલ ટીમ તાત્કાલિક રવાના થઈ ગઈ છે. આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પર થયો હતો. આરપીએફ ચોકીના ઈન્ચાર્જે હજુ સુધી કોઈ જાનહાનિની પુષ્ટિ કરી નથી. આ ટ્રેન નવી દિલ્હીથી તિનસુકિયા જઈ રહી હતી.
update.....