ETV Bharat / bharat

Train Accident in AP : બે પેસેન્જર ટ્રેન વચ્ચે થઇ ટક્કર, 14 લોકોનો લેવાયો ભોગ અને 100થી વધું થયા ઇજાગ્રસ્ત - TRAIN ACCIDENT IN AP TWO PASSENGER TRAINS COLLIDED WITH EACH OTHER SEVERAL DEAD MANY INJURED IN THE ACCIDENT

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં રવિવારે રાત્રે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે પેસેન્જર ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધું લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. Train Accident, Train Accident in AP, Two Passenger Trains Collided.

TRAIN ACCIDENT IN AP TWO PASSENGER TRAINS COLLIDED WITH EACH OTHER SEVERAL DEAD MANY INJURED IN THE ACCIDENT

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2023, 10:11 PM IST

Updated : Oct 30, 2023, 8:49 AM IST

વિજિયાનગરમ: આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ટ્રેન દુર્ઘટના વિઝિયાનગરમ જિલ્લાના કોઠાવલસા મંડલના કંટકપ્પલ્લીમાં થઈ હતી. વિશાખાથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન અને પલાસાથી વિઝિયાનગરમ તરફ આવતી પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.

  • Andhra Pradesh | A passenger train which was going to Rayagada from Visakhapatnam derailed in Vizianagaram district. More details awaited: Divisional Railway Manager

    (Pictures taken by locals shared with ANI) pic.twitter.com/ZcynNnoJye

    — ANI (@ANI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા: મળેલી માહિતી અનુસાર અથડામણને કારણે રાયગડા પેસેન્જર ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક વાયર કપાવાને કારણે ઘટનાસ્થળે અંધારું હતું. અંધારાના કારણે અહીં બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. જો કે રેલ્વે બચાવકર્મીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતને કારણે ટ્રેનના ડબ્બા એક બીજા પર દોડી ગયા હતા.

  • CM YS Jagan Mohan Reddy ordered to take immediate relief measures and to send as many ambulances as possible from Visakhapatnam and Anakapalli, the nearest districts of Vizianagaram, and to make all kinds of arrangements in nearby hospitals to provide good medical care. The Chief… https://t.co/qQ1PujGm9G

મૃતકોની સંખ્યા વધી શકે છે: આ અકસ્માતના કારણે મુસાફરો પણ ચોંકી ઉઠ્યા હતા. આ અકસ્માત બાદ મુસાફરો દ્વારા તેમના પરિવારના સભ્યોને બચાવવા અને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મુસાફરોએ કહ્યું કે જ્યારે તેઓ આ અકસ્માતને યાદ કરે છે ત્યારે તેમનો આત્મા કંપી ઉઠે છે. દુર્ઘટના સ્થળને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

અકસ્માત અંગે માહિતી આપતા ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું કે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર ટ્રેન વચ્ચે પાછળથી ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 3 કોચ સામેલ હતા અને 100થી વધું ઘાયલ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFને મદદ અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

  1. Bangladesh Train Accident : બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, બે ટ્રેન અથડાતાં 20 મુસાફરોના મોત
  2. Bihar Train Accident Update : બિહાર ટ્રેન દુર્ઘટનાના 35 કલાક બાદ પણ કામગીરી ખોરવાઈ, ટ્રેક રિપેર થતા ટ્રેનો રદ્દ કરાઇ

Last Updated : Oct 30, 2023, 8:49 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.