અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં વાવાઝોડું
વાવાઝોડાના કારણે 70થી વધુ લોકોના મૃત્યુની આશંકા
જો બિડેને ટ્વીટ કરીને તમામ શક્ય મદદની ખાતરી આપી
વોશિંગ્ટન : US કેન્ટુકીમાં (Tornado In Kentucky) આવેલા તોફાનના કારણે ઓછામાં ઓછા પાંચ (tornado hits kentucky) રાજ્યોમાં વ્યાપક નુકસાન થયા બાદ, ઓછામાં ઓછા 70 લોકોના મૃત્યુ થવાની આશંકા છે, અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ગવર્નર એન્ડી બેશિરે શનિવારે એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેન્ટુકીમાં તોફાને 200 માઈલથી વધુ વિસ્તારને આવરી લીધો છે, જેને કારણે, 10 કે તેથી વધુ કાઉન્ટીમાં મૃત્યુઆંક 100ને પાર કરી શકે છે. તેમને વધુમાં કહ્યું કે, રાજ્યના ઇતિહાસમાં સૌથી વિનાશકારી (tornado hits america) તોફાન છે.
બેશિરે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી
એન્ડી બેશિરે જણાવ્યું કે, મેફિલ્ડમાં મીણબત્તી બનાવવાની ફેક્ટરી, ઇલિનોઇસમાં એક એમેઝોન ઓફિસ અને અરકાનસાસમાં એક નર્સિંગ હોમ પણ વાવાઝોડાની ચપેટમાં આવી ગયું છે. ચક્રવાત સમયે મેફિલ્ડ ફેક્ટરીમાં લગભગ 110 લોકો કામ કરા રહ્યાં હતા. બેશિરે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે, અને તેમના રાજ્યની મુહલેનબર્ગ કાઉન્ટીમાં ઓછામાં ઓછા 10 લોકોના મૃત્યુની આશંકા છે અને બાઉલિંગ ગ્રીન શહેર અને તેની આસપાસ અજ્ઞાત સંખ્યામાં લોકોના મૃત્યુંની આશંકા છે. મેફિલ્ડના મુખ્ય ફાયર સ્ટેશન અને ઇમરજન્સી સર્વિસ સેન્ટર(emergency service center) ચક્રવાતથી પ્રભાવિત થયા હોવાથી બચાવ પ્રયાસો જટિલ બન્યા છે. શહેરમાં અનેક ઈમારતોને નુકસાન થયું છે.
જો બિડેને ટ્વીટ કરીને તમામ શક્ય મદદની ખાતરી આપી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેમને પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે અસરગ્રસ્ત રાજ્યોને શોધ અને નુકસાનનું મૂલ્યાંકન ચાલુ રાખવા માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
ટેનેસીમાં તોફાનના કારણે 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ
પોલીસ ચીફ માઇક ફિલિબેચે જણાવ્યું હતું કે, એમેઝોન ઓફિસમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ટેનેસીની ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ડીન ફ્લાઈનરે જણાવ્યું હતું કે, ટેનેસીમાં તોફાનના કારણે 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, 2 લોકોને હેલિકોપ્ટર દ્વારા સેન્ટ લુઇસની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બિલ્ડિંગમાં હાજર લગભગ 30 લોકોને ઓળખ માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતું.
કર્મચારીઓની સલામતી અત્યારે અમારી મુખ્ય પ્રાથમિકતા
એમેઝોનના પ્રવક્તા રિચર્ડ રોચાએ શુક્રવારે રાત્રે એક લેખિત નિવેદનમાં કહ્યું હતું કે, અમારા કર્મચારીઓ અને ભાગીદારોની સલામતી અત્યારે અમારી મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે કહ્યું. મિઝોરીમાં ભારે તોખાનના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાત્રે અને શનિવારની વહેલી સવારે મધ્યપશ્ચિમ અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. ટેનેસીમાં, રાજ્યના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં લેક કાઉન્ટીમાં તોફાનના કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા, પડોશી ઓબિયન કાઉન્ટીમાં 1 વ્યક્તિના મૃત્યુંની સૂચના મળી હતી, ટેનેસી ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થે મૃત્યુની પુષ્ટિ કરી છે, જોકે વધુ વિગતો બહાર પાડવામાં આવી નથી પરંતુ અધિકારીએ અગાઉ ઓબિયન કાઉન્ટીમાં 2 ના મૃત્યુની જાણ કરી હતી.
ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ મોટા પાયાની જાનહાનિની ઘટના ગણાવી
ક્રેગહેડ કાઉન્ટી જજ માર્વિન ડેએ જણાવ્યું હતું કે, ઉત્તરી અરકાન્સાસ મોનેટ મનોર વિસ્તારમાં ટોર્નેડો ત્રાટક્યા બાદ 5 અન્ય ઘાયલ થયા હતા, અને 20 લોકો ફસાયા હતા. ટ્રુમેન અને પોલીસના આપત્તિ બચાવકર્તાઓ અને જોન્સબોરોના અગ્નિશામકો મદદ માટે તે વિસ્તારમાં પહોંચ્યા હતા, નર્સિંગ હોમમાં લગભગ 86 બેડ છે. એડવર્ડસવિલે, ઇલિનોઇસ નજીકના એમેઝોન સેન્ટરમાં અનેક ઇમરજન્સી વાહનો જોવા મળ્યા હતા, કેટલા લોકો ઘાયલ થયા તેની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ કોલિન્સવિલે, ઇલિનોઇસની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ ફેસબુક પર તેને "મોટા પાયાની જાનહાનિની" ઘટના ગણાવી હતી.
આ પણ વાંચો:
લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડનની યાદીમાંથી ગાયબ
G7 MEETING યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી માટે રશિયા ભારે કિંમત ચૂકવશેઃ બ્રિટેન