- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
GSSSB Paper Leak 2021: હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે આજે ગૃહ રાજ્ય પ્રધાન મહત્વના ખુલાસા કરશે.
રાજ્યમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક (GSSSB Paper Leak 2021:) થવાના મામલે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કોઈ પણ જવાબદારને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. તો સાથે-સાથે ગૌણ સેવા સમિતિના ચેરમેન આસિત વોરાનો બચાવ કર્યો હતો. ત્યારે આજે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મહત્વના ખુલાસા કરશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
GSSSB Paper Leak 2021: 4 લાખમાં ખરીદેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખમાં વેચ્યું હોવાનો ચોકાવનારો ખુલાસો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનુ પેપર અમદાવાદ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઇ રહી છે જ્યારે જિલ્લા પ્રમાણે પેપર ફાળવણી કર્યા બાદ રાજકીય વગ ધરાવતા એવા એક આચાર્ય સહિત ચાર શિક્ષકોની પેપર લીક (GSSSB Paper Leak 2021) કાંડમાં સંડોવણી હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. રૂપિયા 4 લાખમાં ખરીદી થયેલું પેપર આચાર્ય દ્વારા 10 લાખ રૂપિયામાં વેચ્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે, આમ પોલીસે અત્યાર સુધીમાં 16 જેટલા લોકોની અટકાયત કરીને તપાસ પણ હાથ ધરી છે. Click here
Omicron Update in Gujarat : પિલવાઈના આશાવર્કર બહેન ઓમીક્રોન પોઝિટિવ, ઝિમ્બામ્બેથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યાં હતાં
સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં ચાર જેટલા કેસ અત્યારે સારવાર હેઠળ છે. પરંતુ આજે ગુજરાતના પ્રથમ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોઈપણ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા ન હોવા છતાં પણ કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત (Corona New Variant Omicron) થયા છે. જેમાં આરોગ્ય વિભાગની તપાસ બાદ સામે આવ્યું છે કે મહેસાણાના પિલવાઇ ગામ ખાતે નવા વેરિયન્ટનો (Omicron Case in Pilvai) કેસ સામે આવ્યો છે ત્યારે રાજ્યમાં હવે કુલ 5 નવા ઓમિક્રોને વેરિયન્ટ કેસો (Omicron Update in Gujarat) નોંધાયા છે. Click here
Surat Girl Child Rape Murder: સુરતમાં 10 વર્ષની માસૂમને ઈંટ મારી દુસ્કર્મ-હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ 10 વર્ષની બાળકીને વડાપાવ ખાવાના બહાને લઇ જઈ તેના પર દુસ્કર્મ કરી તેની હત્યા (Surat Girl Child Rape Murder) કરવામાં આવી હતી. તે મામલે આજે સુરત સેશન કોર્ટમાં આરોપી દિનેશ બૈસાણને ફાંસીની સજા (Rapist sentenced to Hanging by court) ફટકરવામાં આવી છે. તથા પરિવારને 15 લાખ રૂપિયા સરકાર તરફથી આપવાની જાહેરાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે. Click here
National Conclave On Natural Farming: PM મોદીએ કહ્યું- 8 કરોડ ખેડૂતો જોડાયા, કૃષિ ક્ષેત્રમાં થશે બદલાવ
PM મોદીએ નેચરલ ફાર્મિંગ કોન્ક્લેવ (National Conclave On Natural Farming)ને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, તમામ ખેડૂતોને કુદરતી ખેતી કોન્કલેવનો લાભ મળશે. ફૂડ પ્રોસેસિંગ, કુદરતી ખેતી, આ તમામ મુદ્દાઓ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન (changes in the agricultural sector) કરવામાં મદદ કરશે. PMએ કહ્યું કે, ભલે રસાયણો અને ખાતરોએ હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી હોય, પરંતુ હવે સમય આવી ગયો છે કે ખેતીને રસાયણોની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવામાં આવે. તેમણે કહ્યું કે, કૃષિ સંબંધિત પ્રાચીન જ્ઞાન (ancient knowledge related to agriculture)ને માત્ર નવેસરથી શીખવાની જરૂર નથી, પરંતુ આધુનિક સમય અનુસાર તેને વધુ ધારદાર બનાવવાની પણ જરૂર છે. Click here
Flight Global: ભારતનો લશ્કરી હવાઈ કાફલો વિશ્વનો ચોથો સૌથી મોટો કાફલો
પ્રતિષ્ઠિત 'ફ્લાઇટગ્લોબલ'ની વાર્ષિક વિશ્વ વાયુ સેના નિર્દેશિકા (Flight Global's annual World Air Force Directory)ના તાજેતરના અહેવાલ અનુસાર, સંજીબ કેઆર બરુઆહ અહેવાલ આપે છે કે, ભારત પાસે લશ્કરી વિમાનોનો વિશ્વનો ચોથો સૌથી મોટો કાફલો (fourth largest in the world) છે, જે વૈશ્વિક પાઇનો 4 ટકા હિસ્સો બનાવે છે. Click here
Dry eyes causes : શિયાળામાં આંખો સૂકી થવાની સમસ્યાથી બચો, રાખો આ સાવધાની
શિયાળાની ઋતુમાં "સૂકી આંખો" ની સમસ્યા (Dry eyes causes ) સામાન્ય છે. સામાન્ય રીતે લોકો તેની અવગણના કરે છે. પરિણામે આંખોમાં ખંજવાળ (Dry eyes symptoms and treatment) સહિત અન્ય ઘણી સમસ્યાઓ પણ પરેશાન કરવા લાગે છે. ચાલો જાણીએ શુષ્ક આંખોની સમસ્યા શું છે અને તેનાથી શિયાળામાં કેવી રીતે બચી શકાય (How to Prevent Dry eyes in winter) છે. Click here