- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Gujarat Congress New Presidentના નામની સત્તાવાર થઇ શકે છે જાહેરાત
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress New President) સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્લીમાં બેઠકનો ધમધમાટનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત આજે થઇ શકે છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના (Jagdish Thakor) નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની (Sukhram Rathva) પસંદગી કરાઈ છે. બીજી બાજુ નામ નક્કી થાય એ પૂર્વે જગદીશ ઠાકોર દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે. આજે સત્તાવાર જાહેરાત કરવાનો નિર્ણય કરાયો છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Omicron in Jamnagar: જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી....આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ
Omicron in Jamnagar: જામનગરમાં આફ્રિકાથી પરત ફરેલા પ્રવાસી (Symptom in a young man from Africa)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને હાલ સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. Click here
2 First 2 Case of Omicron in India: કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ મળ્યા
કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે, જ્યાં 10,000થી વધુ સક્રિય કેસ છે. દેશના 55 ટકા કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે. તે જ સમયે, કર્ણાટકમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ (First 2 Case of Omicron in India) નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી. Click here
3 VGGS 2022 Road Show In Mumbai : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિકાસનું રોલમોડલ કેમ છે તેના કારણો કહ્યાં, ઉદ્યોગપતિઓને મળી રોકાણ માટે આમંત્રણ આપ્યું
VGGS 2022ને લઇને મુંબઇની મુલાકાતે પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રોડ શો તેમ જ બેઠકો યોજી હતી. VGGS 2022 road show In Mumbai દરમિયાન તેમણે જણાવ્યું હતું તે 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ હવે ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ બની ગઇ છે. સર્વસમાવેશક-સર્વગ્રાહી વિકાસ માટેની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ગુજરાત ધરાવે છે. કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગોને અનૂકૂળ વિવિધ પોલીસીઓથી ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા આતુર છે. સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેકસ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રકચર, એનર્જી અને ડિજિટલ નેટવર્ક-ફિનટેક-સ્ટાર્ટઅપ-આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ–ઇમર્જિંગ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની નેમ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફની વિકાસ યાત્રામાં સહભાગી બનવા વાયબ્રન્ટ સમિટ સક્ષમ પ્લેટફોર્મ છે તેમ પણ મુંબઈમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. Click here
GOOGLE INDIA COMPLIANCE REPORT 2021: ભારતમાં ઑક્ટોબરમાં 48,594 કન્ટેન્ટ દૂર કર્યા
ગૂગલને યુઝર્સ તરફથી 24,569 ફરિયાદો મળી હતી અને ઓક્ટોબરમાં તે ફરિયાદોના આધારે 48,594 કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યા હતા, એમ ટેક જાયન્ટે તેના માસિક પારદર્શિતા અહેવાલ (GOOGLE INDIA COMPLIANCE REPORT 2021)માં જણાવ્યું હતું. વપરાશકર્તાઓના અહેવાલો ઉપરાંત, Google એ ઑટોમૅટેડ શોધના પરિણામે ઑક્ટોબરમાં 3,84,509 કન્ટેન્ટ પણ દૂર કર્યા હતા. Click here
Research on Household work and memory : ઘરના કામો જાતે કરો છો? યાદશક્તિ સતેજ થાય છે
ઘરની સફાઈ, રસોઈ વગેરે જેવા રોજિંદા કાર્યો (Household chores) કરનારાઓની શારીરિક ક્ષમતા હંમેશા અન્ય કરતા વધુ સારી માનવામાં આવે છે. પરંતુ તાજેતરના એક સંશોધનમાં (જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતપણે આ પ્રવૃત્તિઓ અને અન્ય ઘરેલું કાર્યો કરે છે, ખાસ કરીને મોટી ઉંમરના લોકોની યાદશક્તિ (Research on Household work and memory ) ઘણી સારી હોય છે. Click here