- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. સમગ્ર ગુજરાત કરશે જન્માષ્ટમીની ઉજવણી
આજે શ્રાવણ વદ આઠમના દિવસે સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાશે.
2. ટોક્યો પેરાલિમ્પિક 2020: ખેલાડીઓ વિવધ રમતોમાં લેશે ભાગ
આજે ટોક્યો પેરાલિમ્પિક 2020 માં ખેલાડીઓ શુટીંગ અને વિવધ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગઈકાલે ત્રણ મેડલ જીત્યા બાદ ખેલાડીઓના ઉત્સાહમાં વધારો જોવા મળશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. ટોક્યો પેરાલિમ્પિક 2020: ભારતે જિત્યા 3 મેડલ
ટોક્યો પેરાલિમ્પિક 2020 માં આજે ભારતનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું હતું. ખેલાડીઓએ ભારતને ત્રણ મેડલ અપાવ્યા હતા. જેમાં ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર, વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ અને નિષાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યા હતા.
2. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા આજે 29 ઑગસ્ટને રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તેઓ કોરોનાની વેક્સિન COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકની મુલાકાતે છે અને કોવેક્સિનના પ્રથમ બેચને રિલીઝ કરી છે. click here
3. 'ફિટ ઈન્ડિયા' મોબાઈલ એપ લોન્ચ, અનુરાગ ઠાકુરને સ્કીપિંગ કરતા જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે રવિવારે ફિટ ઇન્ડિયા કાર્યક્રમની બીજી વર્ષગાંઠ નિમિત્તે વ્યક્તિગત તાલીમ-કમ-ફિટનેસ માર્ગદર્શિકા ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે પોતે રસી-કૂદનું પ્રદર્શન કર્યું. આ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. click here
4.આજનો યુવક પોતાના ધ્યેય પર પહોંચવા માટે રાત-દિન એક કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી
મન કી બાતના 80 માં એપિસોડમાં વડાપ્રધાને કહ્યું કે, "આપણે બધા જાણીએ છીએ કે આજે મેજર ધ્યાનચંદ જીની જન્મજયંતિ છે અને આપણો દેશ પણ તેની યાદમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવે છે. કારણ કે ધ્યાનચંદજીની હોકી દ્વારા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું". click here
- Explainers:
કાબુલ એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર ISIS-K ભારત માટે પણ છે મોટો ખતરો
કાબુલના એરપોર્ટ પર ફિદાયીન હુમલો કરનાર સંગઠન ISIS ખોરાસન તેની નિર્દયતા માટે પ્રખ્યાત છે. પોતાને જેહાદી ગણાવતા આ સંગઠનને આઈએસ-કે (IS-K) પણ કહેવામાં આવે છે. આ આતંકીઓની પહોંચ ભારતમાં પણ છે. તેના વિશે વધુ જાણો... click here
- sukhibhava:
જીવન અને વિચારોમાં સકારાત્મકતા અને સંતોષ લાવી શકે છે હૉબી
તમારા શોખ અથવા આદતો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. નિષ્ણાતો માને છે કે સારો કે ખરાબ શોખ એટલે કે હૉબી તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અને નકારાત્મક બંને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે સારા શોખ તમારા મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. હોબી વિશે વધુ જાણવા... click here