- આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે
1. આજથી બે દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સુકૂં રહેશે. 20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે.
2. બેંકો આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે
આજથી ઘણા રાજ્યોમાં બેંકો પાંચ દિવસ બંધ રહેશે. મહત્વનું છે કે 23 ઓગસ્ટ સુધી બેંકો બંધ રહેશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે
1. એક સાથે અઢી હત્યા... કડોદરામાં મહિલાએ પોતાના બાળકની હત્યા કરી છઠ્ઠા માળેથી લગાવી છલાંગ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નજીક શ્રીનિવાસ ગ્રીન સીટીમાં પરિણીતાએ એક બાળકની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક મહિલાને 6 માસનો ગર્ભ હોવાનું પણ જાણવા મળ્યું હતું. click here
2. બિહાર BJPમાં મોટો ફેરફાર : સંગઠન મહામંત્રી નાગેન્દ્રને હટાવાયા, ગુજરાતના દલસાણીયાને જવાબદારી સોંપાઈ
ઓડિયો વાયરલ થયા બાદ વિવાદમાં આવેલા બિહાર ભાજપના સંગઠન મહામંત્રી નાગેન્દ્ર નાથને હટાવી દેવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાતના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને તેમના સ્થાને નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાગેન્દ્રને પ્રાદેશિક સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. click here
3. કરજણમાં 2 સંતાનોની માતા સાથે બર્બરતા પૂર્વક સામુહિક દુષ્કર્મ કરી હત્યા, પોલીસે કરી ધરપકડ
રાજ્યમાં અનેક ગુનાખોરીની ઘટનો સામે આવી રહી છે, ત્યારે વડોદરાના કરજણમાં ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલા સાથે 5 શખ્સોએ એકલતાનો લાભ લઈને બર્બરતા પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું, આ બાદ પોતાનું નામ ન આવે એ હેતુથી આરોપીઓએ મહિલાનું ગળું દબાવી હત્યા કરી નાસી છૂટ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસે કાર્યવાહી કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા. click here