- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- ધોરણ 12ના રીપીટર વિદ્યાર્થીઓનું સોમવારે જાહેર કરાશે પરિણામ
ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત મહિને જ યોજાઇ હતી ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓમાંથી ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરશે. click here
2. વડાપ્રધાન મોદી આજે સવારે 9:30 કલાકે ઓલિમ્પિક ટીમને મળશે
વડાપ્રધાન મોદી સોમવારે સવારે 9:30 કલાકે ઓલિમ્પિક ટુકડીને મળશે. ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાંથી આવ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદીને મળશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. India Independence Day 2021 : સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રવિવારે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા પીએમ મોદીને ગોડ ઓફ ઓનર આપવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા 32 ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના બે અધિકારીઓ પણ સમારોહમાં હાજર રહ્યા હતા અને વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે, સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશે. click here
2. અફઘાનિસ્તાનથી 220 યાત્રીઓને લઈને દિલ્હી પહોંચી 2 ફ્લાઈટ
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધી રહેલી શક્તિ અને એક પછી એક શહેરો પર જમાવવામાં આવી રહેલા કબજાને કારણે ત્યાંથી ભારતીયોનું પલાયન શરૂ થઈ ગયું છે. રવિવારે સાંજે એર ઈન્ડિયા અને કામ એર ની 2 ફ્લાઈટ્સ કાબુલથી દિલ્હી આવી પહોંચી હતી. હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે કેટલીક ફ્લાઈટ્સ આવશે. click here
3. પંચમહાલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનીની ઉપસ્થિતીમાં સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી
પંચમહાલ જિલ્લાનાં વડામથક ગોધરાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશનાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં જોમ-ઉમંગ સહિત રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ત્રિરંગો ફરકાવી સગર્વ સલામી આપી હતી. નીતિન પટેલે આ સભામાં સંબોધન કરી જણાવ્યું હતું કે, સરકાર કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે સક્ષમ છે. click here
4. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દત વધારવામાં આવી
ગઈકાલે લેવાયેલા નિર્ણયમાં રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની સમયમર્યાદા વધારવામાં આવી હતી. તારીખ 17 ઓગસ્ટથી લઈને તારીખ 28 ઓગસ્ટ સુધી રાત્રિ કરફ્યૂની મુદ્દત લંબાવવામાં આવી હતી. કોરોનાને પગલે રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. click here
5. India Independence Day 2021: 75માં સ્વતંત્રતા પર્વ નિમિતે જૂનાગઢમાં CM વિજય રૂપાણીએ ધ્વજવંદન કરાયું
આજે તારીખ 15 ઓગષ્ટના (15th August, 2021) 75માં સ્વતંત્રતા પર્વ નિમિતે જૂનાગઢમાં(India Independence Day) ઉજવણી (junagadh) શરૂ થઇ રહી છે. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક મુખ્ય સચિવ(ગૃહ) અને પોલીસ મહાનિર્દેશક CM વિજય રૂપાણીનું (CM Vijay Rupani) સ્વાગત કર્યુ હતુ. આજે સવારે બરાબર 9 વાગ્યે CMના હસ્તે ધ્વજવંદન (Flag salute) કરવામાં આવ્યું હતુ.click here
video of the day :
સોમનાથ મહાદેવને તિરંગા વસ્ત્રો પહેરાવીને સ્વાતંત્રતા દિવસની કરાઈ ઉજવણી
75માં સ્વાતંત્રતા પર્વ દિવસે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર તિરંગાનો શણગાર કરીને રાષ્ટ્રના પાવન પર્વની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન, મહાદેવને ખાસ તિરંગા વસ્ત્રો પહેરાવીને શ્રાવણ મહિનાની સાથે રાષ્ટ્રના આઝાદી પર્વની પણ ઉજવણી કરીને તેને તિરંગાથી શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને ભાવિ ભક્તો ભાવવિભોર બન્યા હતા. આ ઉપરાંત, સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોને લઈને ખાસ વિશેષ ઉજવણી વર્ષોથી થતી આવી છે, તે મુજબ આ વર્ષે પણ સ્વાતંત્ર પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવને તિરંગાનો શણગાર કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ હતી.