ETV Bharat / bharat

Tokyo Olympics: ઓલિમ્પિક્સ વિલેજમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, આયોજકોએ કરી પુષ્ટિ - કેટલાક દેશોએ એથ્લિટને મોકલવાનો ઈનકાર કર્યો હતો

જાપાનમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. કારણ કે, ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) રમત ગામમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) 23 જુલાઈથી શરૂ થશે. જોકે, છેલ્લા ઘણાય સમયથી જાપાનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

Tokyo Olympics: ટોક્યોના એક ગામમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, આયોજકોએ કરી પુષ્ટિ

author img

By

Published : Jul 17, 2021, 11:51 AM IST

Updated : Jul 17, 2021, 2:46 PM IST

  • ટોક્યો ઓલિમ્પિક્સ વિલેજમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો
  • 23 જુલાઈથી શરૂ થનારી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ચિંતાના સમાચાર આવ્યા
  • છેલ્લા ઘણા સમયથી જાપાનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે

ન્યૂઝ ડેસ્કઃ ટોક્યો ઓલિમ્પિકને (Tokyo Olympics) હવે માત્ર 6 દિવસ બાકી છે ત્યારે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના આયોજન પર સતત સંકટના વાદળ છવાઈ રહ્યા છે. આ તમામની વચ્ચે ટોક્યો ઓલિમ્પિક આયોજનકર્તાઓ (Olympic organizers)એ પુષ્ટિ કરી છે કે, ઓલિમ્પિક્સ વિલેજમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, 23 જુલાઈથી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) શરૂ થશે. તે પહેલા કોરોનાનો એક કેસ (Corona Case) નોંધાતા આયોજન પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે, કોરોના મહામારીને જોતા ટોક્યોમાં 6 અઠવાડિયાની કોરોના ઈમરજન્સી (Corona Emergency) લાગુ છે. છેલ્લા ઘણા સમયથી ટોક્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ખેલાડીઓ માટે દિશા-નિર્દેશ જાહેર, હંમેશા માસ્ક પહેરી રાખવું પડશે

રાજધાનીમાં કોરોનાના કેસ વધ્યા, જે ચિંતાનો વિષય

ઓલિમ્પિક રમત ગામમાં આ કોરોનાનો પહેલો કેસ (Corona First Case) એવા સમયે નોંધાયો છે. જ્યારે ઓલિમ્પિકની શરૂઆતમાં હવે 6 દિવસ બાકી છે. જાપાન સરકારે ટોક્યોમાં કોરોનાની અસર વધે નહીં તે માટે જરૂરી પગલા ઉઠાવ્યા છે, પરંતુ તેમ છતાં રાજધાનીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. આ અઠવાડિયે ટોક્યોમાં છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. આ પહેલા કોરોના સંક્રમિતોને જોતે કેટલાક દેશોએ પોતાના એથ્લિટોને ટોક્યો મોકલવાનો ઈનકાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર

છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધ્યો

તો બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)એ બુધવારે કહ્યું હતું કે, સતત 9 અઠવાડિયાથી ઘટાડા પછી મૃતકોની સંખ્યા છેલ્લા એક અઠવાડિયામાં વધી છે. ગયા અઠવાડિયે 55,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે પહેલાના અઠવાડિયાની સરખામણીમાં ત્રણ ટકા વધુ છે. આ સંક્રમણના મામલામાં છેલ્લા અઠવાડિયામાં લગભગ 10 ટકા એઠલે કે લગભગ 30 લાખની વૃદ્ધિ થઈ છે. આમાં સૌથી વધુ કેસ બ્રાઝિલ, ભારત, ઈન્ડોનેશિયા અને બ્રિટનમાં છે.

Last Updated : Jul 17, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.