ETV Bharat / bharat

ઓલિમ્પિક્સમાં દીકરીઓના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર ભારતની ઉજવણી, અભિનંદનનો વરસાદ - ટોક્યો ઓલિમ્પિક્સ

ટોક્યો ઓલિમ્પિક્સની સેમીફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમે પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમ પહેલીવાર ઓલિમ્પિક્સ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ વખત સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમને ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન આપનારા લોકોનો ધસારો છે.

ટોક્યો ઓલિમ્પિક્સ
ટોક્યો ઓલિમ્પિક્સ
author img

By

Published : Aug 2, 2021, 2:15 PM IST

  • મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો
  • ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું
  • ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન આપવા લોકોનો ધસારો

હૈદરાબાદ : ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યા પછી ભારતીય મહિલાઓએ પ્રથમ વખત સેમિફાઇનલમાં સ્થાન મેળવીને દેશવાસીઓના દિલ જીતી લીધા હતા. સમગ્ર દેશ જીતની ખુશીમાં આનંદિત થયો છે. ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન આપવા લોકોનો ધસારો થયો છે. ખેલ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત તમામ નેતાઓએ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા છે.

  • Splendid Performance!!!

    Women’s Hockey #TeamIndia is scripting history with every move at #Tokyo2020 !

    We’re into the semi-finals of the Olympics for the 1st time beating Australia.

    130 crore Indians 🇮🇳 to the
    Women’s Hockey Team -
    “we’re right behind you”! pic.twitter.com/vusiXVCGde

    — Anurag Thakur (@ianuragthakur) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનુરાગ ઠાકુરનું ટ્વીટ

અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું કે, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત અમે સેમિફાઇનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ લોકો દેશની મહિલા હોકી ટીમ સાથે છે.

કિરણ રિજિજૂએ પણ મહિલા હોકી ટીમને અભિનંદન આપ્યા

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ પણ મહિલા હોકી ટીમને જીત માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે, ભારતનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. હોકી ટીમે શાનદાર જીત નોંધાવી છે. અમારી પાસે કોઇ શબ્દો નથી.

આ પણ વાંચો : 2016 થી આજ સુધી જાણો, કેવી રહી તીરંદાજ અતનુ દાસની ઓલિમ્પિક યાત્રા

સ્મૃતિ ઈરાનીનું ટ્વીટ

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારતીય મહિલા હોકી ટીમ પર ગર્વ છે.

  • 🏑 🏑 Hurray

    लड़कियों❤️ ने इतिहास रच दिया। pic.twitter.com/Pap3OTMrrR

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને મહિલા હોકી ટીમને અભિનંદન આપ્યા હતા. તેણે ટ્વીટ કર્યું, 'હુરરરે! છોકરીઓએ ઈતિહાસ રચી દીધો.

લોકસભા અને રાજ્યસભામાં પી.વી. સિંધુને અભિનંદન આપ્યા

આ સિવાય સોમવારે લોકસભા અને રાજ્યસભામાં બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Tokyo Olympics Day 9: વાંચો, 9માં દિવસે ક્યા ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...

અરવિંદ કેજરીવાલનું ટ્વીટ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

બેરી ઓ ફૈરેલે સવિતા પુનિયાને લખ્યું કે, તમને હરાવી ન શકાય

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર બેરી ઓ ફૈરેલે ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કર્યું છે કે, તે એક અઘરી હોકી મેચ હતી. પરંતુ તમારો બચાવ અંત સુધી ચાલ્યો હતો. તેમણે ભારતની મહાન દિવાલનું વર્ણન કરતા હોકી ટીમના સભ્ય સવિતા પુનિયાને લખ્યું કે, તમને હરાવી ન શકાય ! સેમિફાઇનલ અને ગ્રાન્ડ ફાઇનલ માટે શુભેચ્છાઓ પાઠવી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.