- સિદ્ધાર્થનગરથી પીએમ મોદીનું નવ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન
- યોગી આદિત્યનાથે પીએમ મોદીનું કર્યું હતું સ્વાગત
- મેડિકલ કોલેજોમાં દેશભરના વિદ્યાર્થીઓને તક મળશે
સિદ્ધાર્થનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના એક દિવસીય યુપી પ્રવાસના પ્રથમ તબક્કામાં સિદ્ધાર્થનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત સાથે રાજ્યને એક સાથે નવ મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે વડાપ્રધાન સિદ્ધાર્થનગર પહોંચ્યા ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીએ સિદ્ધાર્થનગર જિલ્લામાં માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજ સહિત રાજ્યની નવ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે પ્રધાનમંત્રી સ્વનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરશે.
કાર્યક્રમ વિવિધ કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત
આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, જય પ્રતાપ સિંહ, મૂળભૂત શિક્ષણ રાજ્યપ્રધાન ડો.સતીશચંદ્ર દ્વિવેદી, સાંસદ જગદંબિકા પાલ, ધારાસભ્ય રાધવેન્દ્ર પ્રતાપ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સીએમ યોગી આદિત્યનાથ સવારે 8.50 વાગ્યે ગોરખપુર એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે રવાના થયા હતા.
15 ટકા કેન્દ્રીય, 85ટકા રાજ્ય ક્રમ માન્ય
યુપીમાં કુલ એમબીબીએસ બેઠકોમાંથી, 15ટકા બેઠકો ઓલ ઇન્ડિયા રેન્કથી ભરેલી છે. આ બેઠકોમાં દેશભરના વિદ્યાર્થીઓને તક મળશે આ સિવાય, 85 ટકા બેઠકોમાં રાજ્ય ક્રમથી સીટ ફાળવણી કરવામાં આવે છે.
આ જિલ્લાઓમાં નવી કોલેજો
આ વર્ષે રાજ્યમાં નવ સરકારી કોલેજો ખુલી છે, એટાહ, હરદોઈ, સિદ્ધાર્થનગર, દેવરિયા, ગાઝીપુર, પ્રતાપગઢ, ફતેહપુર, જૌનપુર, મિર્ઝાપુર જિલ્લાઓમાં સરકારી કોલેજો ખુલી છે.
આ પણ વાંચોઃ એક જ પરિવારના ચાર બાળકો પરિવારની જાણ વગર યુપી વતન જવા નીકળી ગયા હતા, ભૂસાવલ ટ્રેનમાંથી મળી આવ્યા
આ પણ વાંચોઃ કેવો દેશ બનાવી રહ્યા છે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન? મૃતકોની મુલાકાત સમયે પ્રિયંકા ગાંધીએ ઠાલવી વેદના