- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 આજની કેબિનેટ બેઠકમાં વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકાર આપી શકે છે મોટી ભેટ
આજે બુધવારે રાજ્યની ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) મળવાની છે, ત્યારે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. કેબિનેટ બેઠકમાં વર્ગ-4ના કર્મચારીઓ (Class-4 Employees)ને દિવાળી બોનસ (Diwali Bonus), પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ ખોલવા અને મગફળી ખરીદી જેવા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે.
2 ગુજરાતના ખેડૂતો આનંદો: આજે કૃષિ સહાય પેકેજમાં પ્રતિ હેક્ટર રૂપિયા 13,000 સહાય ચૂકવાશે
રાજ્યમાં ખરીફ -2021 સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે. સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ચાર જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે જમીન અને પાક ધોવાણ થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જેને અનુસંધાને આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત્, તારાજીના ભયાનક દ્રશ્ય અંગે જાણો...
ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત્ છે. ચમોલીમાં છેલ્લા 48 કલાકથી પણ વધુ સમય થયો તેમ છતાં આજે ત્રીજા દિવસે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ વરસાદના કારણે અનેક ટ્રેનોના રૂટ પર પાણી ફરી વળતા ટ્રેનો પણ અદ્ધ વચ્ચે અટવાઇ ગઇ છે. ઋષિકેશના રાયવાલાના ગોહરી માફીમાં ગંગા નદીનું જળસ્તર અચાનક વધી જતા લોકો અટવાઇ ગયા હતા, તેમણે SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ અભિયાન શરૂ કર્યું હતું. માણસોથી લઈને પ્રાણીઓ પણ હવે પાણીમાં ફસાઈ રહ્યા છે. હલ્દાનીના ગૌલાનદી પર બનેલો કરોડોનો પુલ પણ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે.
2 PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ, કાશ્મીર સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) PM નિવાસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે રાષ્ટ્રીય સુરક્ષા (National security) સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પહોંચ્યા છે. આના એક દિવસ પહેલા જ શાહે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર 6 કલાક લાંબી બેઠક કરી હતી.
3 ST કર્મચારીઓની માંગ ન સંતોષાતા, ઉતરશે આંદોલન પર
વડોદરા એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓના 20 જેટલા પડતર પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે મંગળવારે વડોદરા એસ.ટી. ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ બુધવારે મધ્યરાત્રીથી રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજુર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ અને ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ જેવા ગુજરાત એસ.ટી. ના સંગઠનોનું આ સંયુક્ત આંદોલન છે.
- sukhibhava:
પગમાં દુખાવો હોય તો આ કસરતો ટાળવી જરૂરી છે
કસરત, અલબત્ત, આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે, પરંતુ ક્યારેક જો આપણું શરીર કોઈ પણ પ્રકારની સમસ્યા કે પીડા સાથે સંઘર્ષ કરી રહ્યું હોય, તો કોઈ પણ કસરત કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને કોઈ શારીરિક સમસ્યાને કારણે પગમાં દુખાવો થતો હોય તો ખોટી કસરતો કરવાથી દુખાવો ઘણો વધી જાય છે.