દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ( રવિવારે ) મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરશે. આ મનકી બાત કાર્યક્રમનો 80મો એપિસોડ હશે. વડાપ્રધાન મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કરતે છે.
આજે ખેલ દિવસ છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસને દર વર્ષે ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ખેલના મેદાનમાં શાનદાર પ્રદર્શન કરવાવાળા ખેલાડીઓને આ દિવસે સમ્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકારે ખેલ દિવસ પર આપવાવાળા પુરસ્કારનુ નામ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર બદલીને મેજર ધ્યાનચંદ પર રાખી દિધુ છે.
આ પણ વાંચો : દેશના 43 કરોડ લોકોને મળશે સરકારની આ યોજનાનો લાભ, જાણો...
આ વખતે વડાપ્રધાન ટોક્યો ઓલમ્પિકમાં દેશના ખેલાડીઓના પ્રદર્શન વિશે વાત કરી શકે છે. આ વખતે ઓલ્પિકમાં દેશના ખેલાડીઓનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ સાથે 7 મેડલ જીત્યા હતા. ઓલમ્પિકના ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : દેશના 43 કરોડ લોકોને મળશે સરકારની આ યોજનાનો લાભ, જાણો...
આ સિવાય કોરોના સંક્રમણની રસી વિષે પણ વડાપ્રધાન મોદી વાત કરી શકે છે. કોરોના સંક્રમણમાં દેશમાં કેટલીટ જગ્યાએ સ્કુલો ખોલવામાં આવી રહી છે. આ વચ્ચે જન્માષ્ટમી અને દેશમાં શરૂ થતા તહેવારોની સિઝન વિશે પણ મોદી વાત કરી શકે છે.