આજે ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા પત્રકાર પરિષદ યોજાશે
સરકારની કોરોના સામે નિષ્ફળતાના વિષયને લઇને ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. જેમાં કોરોના સામે કઇ રીતે લડવું અને સરકાર કેમ પાછી પડી રહી છે તે અંગે ચર્ચા કરાશે.
આજે રાજ્યના અમુક શહેરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યના દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણ પલટો આવશે.
આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમેરિકા ટીમ દ્વારા ઓક્સિજન કોન્સ્ટ્રેટર કરાશે વિતરણ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમેરિકા ટીમ દ્વારા મોકલાયેલાં 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની પૂજા બાદ જરૂરિયાતમંદ હોસ્પિટલ્સ અને દર્દીઓને વિતરણ થશે. કોરોનાના આ કપરા સમયમાં 'વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન' અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહીને માનધર્મ સેવામાં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અમેરિકા અને કેનેડાની ટીમ દ્વારા 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલવામાં આવશે.
આજે GTUની 13 મેથી ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.
કોરોનાને કારણે GTU(Gujarat Technological University)ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી.પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષામાં મુશ્કેલી ના આવે તે માટે પ્રિ ચેક ટ્રાયલ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.
આજે બિહારમાં 27 હજાર કોન્ટ્રાક્ટ પર રહેલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરશે
સમગ્ર દેશમાં ડોક્ટરો, નર્સ કોરોનાની મહામારીમાં જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમની માગ પુરી કરવામાં આવતી નથી. તેથી બિહારમાં પણ 27,000 કરાર આરોગ્ય કર્મચારીઓની હડતાલ પર ઉતરશે.
આજે દિલ્હીમાં સંક્રમિતોના ઘર સુધી ઓક્સિજન લઇને પહોંચશે ઓક્સિ ટેક્સી
કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં વધતું જાય છે. ત્યારે દિલ્હીમાં કેસ ઘટવાનું નામ નથી લેતા. દિલ્હીમાં કોરોના સામે લડવા લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે અને રસીકરણની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. ત્યારે આજે દિલ્હીમાં સંક્રમિતોના ઘરે પહોંચશે ઓક્સિ ટેક્સી. આઇએએસ અભિષેક સિંહે ઘરે ઘરે ઓક્સિજન પહોંચાડવાની શરૂઆત કરી હતી. આજે સવારે દસ વાગે unitedByBlood.com પર રજિસ્ટ્રેશનની સુવિધા.
આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અલીગઢમાં કોરોના અંગે કરશે સમીક્ષા
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુરુવારે એટલે કે 13 મે જિલ્લાની મુલાકાતે આવશે. તે અહીં લગભગ ત્રણ કલાક વિતાવશે, જેમાં દોઢ કલાક સુધી તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને કોરોના સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે સંપૂર્ણ સમીક્ષા કરશે. એએમયુ કેમ્પસમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું પ્રથમ નિરીક્ષણ હશે.
ચંડીગઢમાં પંજાબ મંત્રીમંડળની બેઠક યોજાશે
ચંડીગઢમાં પંજાબ મંત્રીમંડળની બેઠક યોજવામાં આવી છે. જેમાં કોરોના મહામારી સામે કઇ રીતે લડવું અને કયા પગલા લેવા તે અંગે ચર્ચા થશે અને સાથે દલિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
આજે 13 મે 1952થી તંત્ર ભારતનું પ્રથમ સંસદ સત્ર બોલાવવામાં આવ્યું હતુ
તંત્ર ભારતનું પ્રથમ સંસદ સત્ર 13 મે, 1952થી બોલાવવામાં આવ્યું હતું. 3 એપ્રિલ, 1952ના રોજ, રાજ્યસભાની રચના પ્રથમ વખત કરવામાં આવી હતી અને તેનું પ્રથમ સત્ર 13 મે, 1952ના રોજ યોજાયું હતું. એ જ રીતે, 17 એપ્રિલ 1952ના રોજ, પ્રથમ લોકસભાની રચના કરવામાં આવી, જેનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું હતું.
આજે ભારતીય ફિલ્મ અભિનેત્રી મધુરિમા તુલીનો જન્મદિવસ
મધુરિમા તુલીનો જન્મ 13 મે 1985માં ઓડિસામાં થયો હતો. મધુરિમા તુલી એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જેમણે બોલીવુડમાં મુખ્યત્વે કામ કર્યું છે. મધુરિમાએ હમારી અધૂરી કહાની, બેબી જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. મધુરીમાની અગાઉની ફિલ્મ થિયેટરોમાં હીટ કરવા માટે વર્ષ 2015 માં હમારી અધૂરી કહાની હતી.