હૈદરાબાદ: ભારતનું ઘરેણું કહેવાતા સિંહને બચાવવા અને તેની રક્ષા કરવાના હેતુથી દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નિમીત્તે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને 'વિશ્વ સિંહ દિવસ' પર આ વન્યજીવના સંરક્ષણ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન આપ્યા છે અને કહ્યું હતું કે, દેશને જાણીને આનંદ થશે કે ભારતમાં સિંહોની વસ્તીમાં છેલ્લા કેટલાક સમયથી ધીમે ધીમે વધારો થયો છે.
-
World Lion Day is an occasion to celebrate the majestic lions that captivate our hearts with their strength and magnificence. India is proud to be home to the Asiatic Lions and over the last few years there has been a steady rise in the lion population in India. I laud all those… pic.twitter.com/ohWcPP2Ofe
— Narendra Modi (@narendramodi) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">World Lion Day is an occasion to celebrate the majestic lions that captivate our hearts with their strength and magnificence. India is proud to be home to the Asiatic Lions and over the last few years there has been a steady rise in the lion population in India. I laud all those… pic.twitter.com/ohWcPP2Ofe
— Narendra Modi (@narendramodi) August 10, 2023World Lion Day is an occasion to celebrate the majestic lions that captivate our hearts with their strength and magnificence. India is proud to be home to the Asiatic Lions and over the last few years there has been a steady rise in the lion population in India. I laud all those… pic.twitter.com/ohWcPP2Ofe
— Narendra Modi (@narendramodi) August 10, 2023
વડાપ્રધાને ટ્વીટમાં કહ્યુંઃ “વિશ્વ સિંહ દિવસ એ જાજરમાન સિંહોની ઉજવણી કરવાનો પ્રસંગ છે જે તેમની શક્તિ અને ભવ્યતાથી આપણા હૃદયને મોહિત કરે છે. એશિયાઈ સિંહોનું ઘર હોવાનો ભારતને ગર્વ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.” દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ સિંહોના નિવારણ અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. અન્ય એક ટ્વીટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ગીરના સિંહો માટે સુરક્ષિત આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા માટે કામ કરવાની તક મળી હતી.સ્થાનિક લોકોને સામેલ કરવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા સહિત અનેક પગલાં લેવામાં આવ્યા હતા.
સિંહનું મહત્વઃ ભગવાન નરસિંહ અવતાર છે. સિંહ અંબાનું વાહન છે. જેથી એશિયાટીક સિંહોને ભારતના તમામ હિંદુઓ દ્વારા માત્ર પ્રાણી જ નહીં પરંતુ પવિત્ર ગણવામાં આવે છે. ભારતના રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં 4 સિંહો એકબીજાની પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.
શા માટે ઉજવવામાં આ દિવસઃ ભારતનું ઘરેણું કહેવાતા સિંહને વાઘની જેમ લુપ્ત થતી પ્રજાતિ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતી આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ગામડાઓમાં વસવાટ શરૂ કર્યોઃ ગીર દુનિયાભરમાં એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન તરીકે જાણીતું છે. માત્ર ગીરમાં જ બચેલા એશયાઈ સિંહોની સંખ્યામાં સતત ઉતાર-ચડાવ આવ્યો છે. આજે 523ની સંખ્યા પાર કરી છે. સરકાર દ્વારા લુપ્ત થતી પ્રજાતી તરીકે સુચિત કરવામાં આવેલા ગીરના સિંહોએ આજે પોતાનું મૂળ રહેણાંક ગીરને બદલે 4 જિલ્લાના 1800 ગામડાઓમાં વસવાટ શરૂ કર્યો છે. જેમાં સિંહોની સંખ્યા વધવાની સાથે સાથે તેનો વિસ્તાર પણ રોજબરોજ સતત વધતો જાય છે.
આ પણ વાંચોઃ