ETV Bharat / bharat

બિહારના સમસ્તીપુરમાં આગ લાગતા 20 મકાનો બળીને ખાખ, 3 લોકોનાં કરુણ મોત - ફાયર બ્રિગેડ

સમસ્તીપુરનાં છક્કન ટોલી ગામમાં આગને કારણે 20 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ સાથે જ 3 લોકોના મોત થયાનું પણ સામે આવ્યું છે.

સમસ્તીપુરમાં આગ લાગતા 20 મકાનો બળીને ખાખ, 3 લોકોનાં કરુણ મોત

author img

By

Published : Apr 3, 2021, 11:20 AM IST

  • આગની ઘટનામાં એક જ પરિવારના 3 લોકો બળીને મૃત્યુ પામ્યા
  • જોતજોતામાં જ 20 મકાનો બળીને ખાખ થયા હતા
  • ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી

સમસ્તીપુર: કલ્યાણપુરના રામભદ્રપુર પંચાયતમાં આવેલા છક્કન ટોલી ગામમાં 20 મકાનો આગને કારણે બળીને ખાખ થઈ ગયા હતા. આ સાથે, આ આગની ઘટનામાં એક જ પરિવારના 3 લોકો પણ બળીને મૃત્યુ પામ્યા છે. આ આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: કોલકત્તાના સ્ટ્રૈંડ રોડ વિસ્તારની એક ઈમારતમાં લાગી આગ

સામાન ભળીને રાખ

આ આગની ઘટનામાં ઘરની બધી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. ઘટના બાદ, કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.

20 મકાનોમાં આગ

ગામ લોકોએ જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રીના 11 વાગ્યે બની હતી. તે સમયે, બધા ઘરે સૂતા હતા. આગ અચાનક એટલી તેજ થઈ ગઈ હતી કે જોતજોતામાં જ 20 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે, મકાનમાં સૂતેલા એક જ પરિવારના 3 લોકોનાં મોત થયા હતાં. આ ઘટનામાં 65 વર્ષીય કિસુન દેવી, 28 વર્ષની સંગીતા દેવી અને તેની 8 વર્ષની પુત્રી ગંગા કુમારીનું મોત થયું હતું.

સમસ્તીપુરમાં આગ લાગતા 20 મકાનો બળીને ખાખ, 3 લોકોનાં કરુણ મોત
સમસ્તીપુરમાં આગ લાગતા 20 મકાનો બળીને ખાખ, 3 લોકોનાં કરુણ મોત

આ પણ વાંચો: એશિયાની નંબર વન 'સ્ટાર પેપર મિલ'ના ગોડાઉનમાં ભીષણ આગ, મોટી જાનહાનિ ટળી

સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ગામના લોકોએ પંપ સેટની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. તે જ સમયે, કેટલાક લોકોએ કલ્યાણપુર પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડની ટીમને માહિતી આપી હતી. જે બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી કલાકો બાદ આગને કાબૂમાં કરી લેવામાં આવી હતી.

અન્ય આગની ઘટનાઓ

કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં પણ આગ લાગી હતી

કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી સવારે સાડા આઠ વાગ્યે કાર્ડિયોલોજી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત સ્ટોરમાં આગ લાગી હતી. ત્યારે, તમામ દર્દીઓને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા વોર્ડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કુલ 175 દર્દીઓને સલામત વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદની આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ

અમદાવાદના બારેજામાં આવેલી આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટે ગોટા જોવા મળતા લોકોના ટોળે ટોળા મદદ માટે ભેગા થયા હતા. ફાયર બ્રિગેડે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સાથે આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આ આગની દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નહોતી.

થાણેમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં

પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર, સોમવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક દુકાનમાં લાગેલી આગમાં, એક જ પરિવારના 4 સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં, અન્ય 3 ઈજાગ્રસ્ત થયાં હતાં. મોખડા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું છે કે, મૃતકોમાં 10થી 15 વર્ષની વયના બે સગીર પણ છે.

અન્ય 2 બાળકો પણ ગંભીર રીતે દાઝ્યા

તેમણે જણાવ્યું હતું કે, મોખડા તાલુકાના બ્રાહ્મણગાંવમાં એક દુકાનમાં બપોરે 2:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, દુકાનદારની પત્ની, માતા અને 2 બાળકો બળીને મૃત્યું પામ્યા હતા. તેણે કહ્યું કે, દુકાનદાર અને તેના અન્ય 2 બાળકો પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેને સારવાર માટે નાસિકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.