ETV Bharat / bharat

રાજસ્થાન: ટેન્કરમાંથી ઓયલ કાઢીને વેંચનારા 3 આરોપીની ધરપકડ - આરોપીની ધરપકડ

જયપુરમાં શિપ્રાપથ પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપનારાનો પર્દાફાશ કર્યો છે, જે ગુજરાતથી 40,000 લીટર ઓયલ લઇને રાજધાની જયપુર માટે જતા હતા અને રસ્તામાં ટેન્કરમાંથી ઓયલ કાઢીને વેંચતા હતા. પોલીસે આ કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે.

ટેન્કરમાંથી ઓયલ કાઢીને વેંચનારા 3 આરોપીની ધરપકડ

author img

By

Published : May 15, 2021, 10:23 PM IST

  • રાજસ્થાન પોલીસે ગુજરાતના 3 આરોપીની કરી ધરપકડ
  • બન્ને ઓયલ ટેન્કરમાંથી કાઢતા હતા
  • પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

જયપુર(રાજસ્થાન): શિપ્રાપથ પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપીને એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગુજરાતથી 40,000 લીટર ઓયલ લઇને રાજધાની જયપુર માટે જતા હતા અને રસ્તામાં ઢાબેથી ચતુરતાથી ઓયલ કાઢીને વેંચતા હતા. ગેંગના સભ્યો આ કાંડ ગત ઘણા મહિનાઓથી કરતા હતા અને આ અંગે તે લોકો જયપુરની જે ફેક્ટ્રીમાં ઓયલ સપ્લાય કરતા હતા તેમના માલિકને આ અંગે કોઈ ખ્યાલ પણ નહોતો. ગેંગના સભ્યો ટેન્કરનું સીલ ખોલીને ટેન્કરમાંથી ઓયલ કાઢતા હતા અને પછી ફરી એ સીલ મારી દેતા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતથી ભાગેલા 2 ગુનેગારોની કાનપુર STFએ કરી ધરપકડ

ડ્રાઈવર સંતોષકારક જવાબ આપી શક્યો નહીં

ઘટનાની તપાસ કરી રહેલા શિપ્રાપથ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અમર સિંહે જણાવ્યું કે, માનસરોવર રીકો એરિયામાં આવેલી ઓસવાલ ફેક્ટ્રીમાં ગુજરાતથી 40,000 લીટર ઓયલનું ટેન્કર મંગાવવામાં આવતું હતું, જેને ફેક્ટ્રીમાં ખાલી કરવામાં આવતું હતું. ગત દિવસો અગાઉ ફેક્ટ્રી માલિકે ગુજરાતથી આવેલા ટેન્કરની તપાસ કરતાં તેમાંથી 35,000 લીટર ઓયલ મળી આવ્યું હતું. ટેન્કરમાં 5,000 લીટર ઓયલ ઓછું આવવાનો પ્રશ્ન જ્યારે ટેન્કરના માલિકને પૂછવામાં આવ્યો, તો ડ્રાઈવર સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. જેથી ફેક્ટ્રી માલિકે શિપ્રાપથ પોલીસ સ્ટેશનમાં ફરિ.યદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અજરુદીન અને રાહુલની ધરપકડ કરી છે. આરોપીઓ સાથે થયેલી પૂછપરછના આધારે પોલીસે બ્યાવર બાયપાસથી ગોપાલ સિંહ રાવતની પણ ધરપકડ કરી છે.

હોટેલમાં જમવા સમયે ઓયલ કાઢીને ડ્રમમાં ભરતા હતા

પુછપરછમાં સામે આવ્યું કે, ગેંગના સભ્ય રાહુલ અને અજરુદીન ગુજરાતથી ઓયલ લઇને આવતા હતા. આરોપી જેવા બ્યાવર બાયપાસ પહોંચતા ત્યારે ટેન્કરને હોટેલમાં રાખીને સાવચેતી સાથે ટેન્કરનું સીલ ખોલી ટેન્કરમાંથી ઓયલ કાઢી લેતા હતા અને વિવિધ ડ્રમમાં ભરી દેતા હતા. જેથી પોલીસે બ્યાવર બાયપાસથી 2 ટન ઓયલ ભરેલું ટેન્કર પણ જપ્ત કર્યું છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી 1.16 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે, જે ટેન્કરમાંથી ઓયલ કાઢી વેંચીને કમાયા હતા. ગેંગના સભ્યો આ ઓયલ ઓછી કિંમતે અન્ય લોકોને વેંચવાનું કામ કરતા હતા. આ ઓયલ કોને વેંચવામાં આવતું હતું અને કેવા કામમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું, તેની પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.