શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
-
Operation Halan #Kulgam
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed.
Search operations… pic.twitter.com/NJ3DZa2OpK
">Operation Halan #Kulgam
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023
On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed.
Search operations… pic.twitter.com/NJ3DZa2OpKOperation Halan #Kulgam
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 4, 2023
On specific inputs regarding presence of terrorists on higher reaches of Halan in Kulgam, operations launched by Security Forces on 04 Aug 23. In exchange of firing with terrorists, three personnel sustained injuries and later succumbed.
Search operations… pic.twitter.com/NJ3DZa2OpK
સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું: તેમણે કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. જવાનો પર ફાયરિંગનો સેના દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલ કુલગામની હાલાન ઘાટીમાં ઓપરેશન હાલન ચાલી રહ્યું છે.
ત્રણ જવાન સૈનિક: શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં કહ્યું, ઓપરેશન હાલન, કુલગામ. 4 ઓગસ્ટ, 2023 ના રોજ, સુરક્ષા દળો દ્વારા કુલગામમાં હાલાનના ઊંચા શિખરો પર આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ સાથે ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની દળ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
સંયુક્ત અભિયાન: તમને જણાવી દઈએ કે, તાજેતરના દિવસોમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ આતંકવાદી સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ અને આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવ્યું છે. જેના કારણે ઘાટીમાં સક્રિય આતંકવાદી સંગઠનોની કમર તૂટી ગઈ છે. જો કે હજુ પણ ખીણ સંપૂર્ણપણે આતંકમુક્ત બની નથી.