મહારાષ્ટ્ર: કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના પિતા સલીમ ખાનને આ ધમકીભર્યો પત્ર (threatening Letter to Salim Khan) મળ્યો હતો. આ પછી સલીમ ખાને મુંબઈના બાંદ્રા પોલીસ (Salman complain to bandra police)સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે તાત્કાલિક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, પત્રમાં શું લખ્યું છે, કોણે મોકલ્યો છે અને કેવા પ્રકારની ધમકીઓ આપવામાં આવી છે, તેના વિશે વધુ માહિતી બહાર આવી નથી.
આ પણ વાંચો: આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત
લોરેન્સ વિશ્નોઈએ પણ ધમકી આપી હતી: જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી (threatening Letter to Salman Khan) આપી હતી. લોરેન્સ બિશ્નોઈ એ જ વ્યક્તિ છે, જેના પર પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યા (Moosewala Murder Case) કરાવવાનો આરોપ છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા (Salman khan security issue) પણ વધારી દેવામાં આવી હતી. વાસ્તવમાં સલમાન ખાન પર રાજસ્થાનના જોધપુરમાં કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. બિશ્નોઈ સમાજ કાળા હરણને ખૂબ જ પવિત્ર માને છે. સલમાન પર આ આરોપ લાગ્યા બાદ જ લોરેન્સ બિશ્નોઈએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: એક સાથે 6 કિશોરી અને એક મહિલા ડૂબી જતા સોપો પડી ગયો
લોરેન્સના હેન્ચમેનની ધરપકડ કરવામાં આવી હતી: અગાઉ ઓગસ્ટ 2020માં હરિયાણા પોલીસે રાહુલ સાંગા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે, લોરેન્સના કહેવા પર રાહુલે જાન્યુઆરી 2020માં સલમાન ખાનના ઘરની રેકી પણ કરી હતી. આ ગેંગે સલમાન ખાનને મારવાની યોજના બનાવી હતી.