- પીએમ મોદી - યુપીના સીએમ યોગીને મારી નાંખવાની ધમકી
- સોશિયલ મીડિયામાં આપવામાં આવી ધમકી
- યુપી પોલીસે શરૂ કરી તપાસ
ન્યૂઝ ડેસ્ક: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બે દિવસ પહેલા ટ્વિરના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દીપક શર્મા નામથી ટ્વિટર એકાઉન્ટ બનાવીને આ ધમકી આપવામાં આવી હતી. આ ટ્વિટ સામે આવતા પોલીસ અધિકારીઓ ચિંતાનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. આ કેસ યુપીના ડીસીપી અપરાધ પીકે તિવારીને સોંપવામાં આવ્યો છે. જો કે બે દિવસ વિતવા છતાં આ કેસમાં કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી.
ફોન કરીને પણ આપી હતી ધમકી
આ અંગે ડીસીપીએ પણ જણાવ્યું હતું કે ધનતેરસના દિવસે ડાયલ 112 પર દીપક નામના વ્યક્તિએ ફોન કરીને પીએમ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. આ જ નામથી એક ટ્વિટ એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું જેમાંથી પણ ધમકી ભર્યું ટ્વિટ કરવામાં આવ્યું છે. ધમકી આપવા ઉપરાંત પણ કેટલીક આપત્તિજનક ટિપ્પણી પણ આ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી છે. જો કે આ એકાઉન્ટ ફેઇક હોવાની પણ પ્રબળ શક્યતા છે.