- એનવી રમનાએ પોલીસ કસ્ટડીમાં થયેલા મોત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી
- માનવ અધિકારો માટે ખતરો ગણાવ્યો
- વિશેષાધિકૃત' લોકોને પણ થર્ડ ડિગ્રી ત્રાસ
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એનવી રમનાએ પોલીસ કસ્ટડીમાં થયેલા મોત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને માનવ અધિકારો માટે ખતરો ગણાવ્યો છે.
'વિશેષાધિકૃત' લોકોને પણ થર્ડ ડિગ્રી ત્રાસ
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (NALSA) દ્વારા રવિવારના રોજ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમાનાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં માનવાધિકાર સૌથી મોટો ખતરો છે. દેશમાં હજુ પણ પોલીસ અત્યાચાર ચાલુ છે. 'વિશેષાધિકૃત' લોકોને પણ થર્ડ ડિગ્રી ત્રાસ આપવામાં આવે છે.
આ પણ વાંચો: જસ્ટિસ એન. વી. રમના દેશના 48મા CJI બન્યા
પોલીસ અધિકારીઓને સંવેદનશીલ બનાવવા માટે પગલાં લેવા
CJI એ કહ્યું કે, પોલીસની અતિરેક અટકાવવા માટે મફત કાનૂની સહાય સેવાઓ વિશે માહિતીનો પ્રસાર જરૂરી છે. તેમણે કહ્યું કે, તમામ પોલીસ સ્ટેશન અને જેલમાં ડિસ્પ્લે બોર્ડ અને હોર્ડિંગ્સ લગાવવુંએ આ દિશામાં એક પગલું છે. તેમણે એમ પણ કહ્યું કે, NALSA એ દેશના પોલીસ અધિકારીઓને સંવેદનશીલ બનાવવા માટે પગલાં લેવા જોઈએ.
સેવાના સંદેશને ફેલાવવા NALSA ની ક્ષમતાનો ઉપયોગ
મુખ્ય ન્યાયાધીશ વકીલોને કાનૂની સહાયની જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા કહે છે અને મીડિયાને વિનંતી કરે છે કે, તેઓ સેવાના સંદેશને ફેલાવવા NALSA ની ક્ષમતાનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ CJI રંજન ગોગોઈઆ પણ વાંચો:
જસ્ટિસ રમનાએ 'એક્સેસ ટુ જસ્ટિસ' પ્રોગ્રામને ચાલું મિશન તરીકે વર્ણવ્યું
જસ્ટિસ રમનાએ 'એક્સેસ ટુ જસ્ટિસ' પ્રોગ્રામને ચાલું મિશન તરીકે વર્ણવ્યું છે. ત્યારે કાયદાના શાસન દ્વારા સંચાલિત સમાજ બનવા માટે, સૌથી વધુ વિશેષાધિકૃત અને સૌથી નબળા લોકો વચ્ચે ન્યાયની પહોંચમાં રહેલા અંતરને દૂર કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.