ETV Bharat / bharat

SBI CBO Recruitment: બની જાઓ SBIમાં ઓફિસર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ - સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ 1226 સર્કલ બેઝ્ડ ઓફિસર(CBO) પોસ્ટની ભરતી માટે જાહેરનામું (SBI Recruitment) બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત તારીખ મુજબ અરજી કરી શકે છે.

JOBS IN SBI BANK
JOBS IN SBI BANK
author img

By

Published : Dec 26, 2021, 12:10 PM IST

નવી દિલ્હી: બેન્ક આજના આધુનિક સમયની એક મહત્વપૂર્ણ સંસ્થા છે, જેના દ્વારા ગરીબમાં ગરીબ માણસ અને સૌથી મોટી કમ્પની પૈસાની લેવડદેવડ કરે છે. આજના સમયમાં આપણું જીવન ઘણી રીતે બેન્ક પર નિર્ભર છે. આપણી આર્થિક વ્યવસ્થામાં બેન્કોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.

SBIએ CBOની જગ્યા માટે જાહેરનામું બહાર પાડ્યું

આવી સ્થિતિમાં આ બેન્કોમાં કામ કરવું એ દેશની આર્થિક વ્યવસ્થાને સંભાળવામાં અજોડ યોગદાન આપવા સમાન છે. તો ચાલો આજે વાંચીએ કે તમે દેશની સૌથી મોટી અને જૂની બેન્ક SBIમાં કેવી રીતે કામ (SBI Bank Jobs) કરી શકો છો. વાસ્તવમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)ની જગ્યા (SBI CBO Recruitment) પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ હેઠળ રસ ધરાવતા ઉમેદવારો નિયત તારીખ મુજબ 1226 પોસ્ટ માટે અરજી કરી શકે છે. ચાલો જાણીએ કે આ પોસ્ટ માટે કોણ અને કેવી રીતે પાત્ર છે તેમજ પરીક્ષાની તારીખ, અભ્યાસક્રમ સહિતની અન્ય માહિતી પણ સમજીએ.

અરજી કેવી રીતે કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો માત્ર પોસ્ટ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. આ સિવાય એપ્લિકેશનનો અન્ય કોઈ મોડ સ્વીકારવામાં આવતો નથી. અરજી કરતી વખતે ઉમેદવારો પાસે માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે. કારણ કે તેના દ્વારા પરિણામ અરજદારને પહોંચાડવામાં આવશે. આ કારણોસર પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આ મોબાઈલ નંબર એક્ટિવ રાખવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો આ પોસ્ટ્સ માટે માત્ર 9 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2021 સુધી નિયત ફોર્મેટ દ્વારા અરજી કરી શકે છે. આ પછી કરવામાં આવેલી અરજી માન્ય રહેશે નહીં. તેથી ઉમેદવારોએ અરજી દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવી જોઈએ.

પરીક્ષા માટે અરજી કરતી વખતે તમારે આ દસ્તાવેજોની જરૂર પડી શકે છે...

  • તાજેતરનો ફોટો (jpg/jpeg)
  • હસ્તાક્ષર (JPG/JPEG)
  • ID પ્રૂફ (PDF)
  • જન્મ તારીખનો પુરાવો (PDF)
  • જોબ પ્રોફાઇલ (વર્તમાન/અગાઉના એમ્પ્લોયરો દ્વારા પ્રમાણિત) (PDF)
  • સંક્ષિપ્ત રિઝ્યુમ - શૈક્ષણિક/વ્યાવસાયિક લાયકાત, અનુભવ અને હેન્ડલ કરેલા કાર્યોનું વર્ણન (PDF)
  • શૈક્ષણિક પ્રમાણપત્ર: સંબંધિત માર્કશીટ / ડિગ્રી / પ્રમાણપત્ર (PDF)
  • અનુભવ પ્રમાણપત્ર / નિમણૂક પત્ર / જોબ ઓફર લેટર (PDF)
  • ફોર્મ-16/સેલરી સ્લિપ (PDF)

CBO ભરતી 2021ની જગ્યાઓ માટે ફી અને લાયકાત ?

SBIમાં CBO ભરતી 2021ની જગ્યાઓ માટે અરજી ફી નક્કી કરવામાં આવી છે, જે હેઠળ SC/ST/PWD શ્રેણી શૂન્ય હશે જ્યારે જનરલ/EWS/OBC શ્રેણી માટે રૂપિયા 750 રહેશે. તમારા માટે સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)ની પોસ્ટ માટેની યોગ્યતા વિશે જાણવું પણ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આ પોસ્ટ પર અરજી કરવા અને ભરતી કરવા માટે તમારી પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત અને વય મર્યાદા 21થી 30 વર્ષ હોવી આવશ્યક છે.

એડમિટ કાર્ડ 12 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરાશે

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત કસોટી, સ્ક્રીનીંગ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ પરીક્ષા જાન્યુઆરી 2022માં યોજાય તેવી શક્યતા છે, તેથી તમારી પાસે પરીક્ષાની તૈયારી કરવા માટે હજુ થોડો સમય છે. યાદ રાખો કે આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 12 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવશે. બેન્કનું કામ ફક્ત આપણા પૈસાને જ સુરક્ષિત રાખતું નથી પરંતુ સંપત્તિથી સંબંધિત આપણા સપનાઓને પણ સુરક્ષિત રાખે છે. આપણા દેશની બેન્કિંગ સિસ્ટમ દેશના લોકોને તેમની ક્ષમતાના આધારે આ સિસ્ટમનો ભાગ બનવાની સાથે સાથે તેને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવામાં પણ યોગદાન આપવાની તક આપી રહી છે.

આ પણ વાંચો: આજે અમિત શાહ કાસગંજ અને જાલોનમાં ભાજપની જાહેરસભાને કરશે સંબોધિત

આ પણ વાંચો: Gujarat High Court Stay on Recruitment : માહિતી વિભાગના વર્ગ-1 અને 2ની ભરતી ઉપર હાઇકોર્ટનો સ્ટે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.