- ગામમાં રમતા રમતા ભણે છે બાળકો
- દિવાલો પર લખાયા ગણિત, અંગ્રેજી અને ભાષાના પાઠ
- પ્રિન્ટ રીચથી બાળકો ઝડપથી શીખે છે
છત્તીસગઢ: કાંકેર જિલ્લાનું નરહરપુર બ્લોકની દરેક દિવાલ સ્કૂલના બોર્ડ જેવી દેખાશે. નજર ફેરવશો તો ક્યાંક કક્કો લખેલો દેખાશે. અંગ્રેજીના આલ્ફાબેટ લખેલા દેખાશે. ક્યાંક બાળકો ગણિત ભણતા દેખાશે તો ક્યાંક ફળના નામ યાદ કરતાં દેખાશે. કોરોના કાળમાં બાળકોનો અભ્યાસ ચાલતો રહે અને રમતા રમતા ભણે તેટલા માટે એક વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. દિવાલો પર રંગબેરંગી અક્ષરો જોઇને બાળકો રોકાઇ જાય છે અને વાંચવા માંડે છે.
રમતા રમતા બાળકો મેળવે છે જ્ઞાન
આ કન્સેપ્ટ ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે અંગે સંકુલ કોર્ડિનેટર ગુપ્તેશ કુમાર સલામએ ETV Bharatને જણાવ્યું હતું કે,"આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય છે કે જે ગલીમાં શાળા આવેલી છે ત્યાં ભણતા બાળકોને તેમના ઘરની આસપાસ એવું વાતાવરણ મળે કે જેથી રમત રમતા બાળકો જ્ઞાન મેળવે. એવી જગ્યાઓ જ્યાં બાળકોનું આવવા જવાનું વધારે હોય ત્યાં જેમકે દુકાન, રમતા હોય ત્યાં નહાવા જતા હોય ત્યાં આ લખાણ લખીએ છીએ જેથી બાળકો આ લખાણ સુધી પહોંચે"
વધુ વાંચો: ઉદાહરણ રૂપ કાર્ય કરે છે સાલાસરની ગૌશાળા
પ્રિન્ટ રિચ અભ્યાસ માટે છે સારો ઓપ્શન
બાળકોના માતા પિતા કહે છે બાળકો જાતે તો ભણે જ છે સાથે એકબીજાને પુછે પણ છે કે દિવાલ પર શું લખ્યું છે. ઘરના લોકોને પણ દિવાલ જોઇને પુછે છે. કોરોનામાં બાળકોનો અભ્યાસ બગડ્યો છે. તેવામાં પ્રિન્ટ રિચ ખૂબ જ જરૂરી છે. છત્તીસગઢમાં લૉકડાઉન દરમ્યાન જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે અમે જોયું હતું કે બસ્તરમાં લાઉડ સ્પિકરથી તો ક્યારેક મહોલ્લા ક્લાસ યોજીને બાળકોને ભણાવવામાં આવતા હતા, તો ક્યાંક ગુરુજી ટીવી લઇને બાળકોને ભણાવવા પહોંચ્યા હતાં. આ બધી વ્યવસ્થા વચ્ચે પ્રિન્ટ રીચ ખૂબ જ સારો ઓપ્શન છે. અહીંયા બાળકો રમતા રમતા ભણી લે છે.
વધુ વાંચો: 93 વર્ષે પણ સંગીતની સેવા કરી રહ્યાં છે કરતાર સિંહ