ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ સરકારે 25 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર પાસે માગ્યો જવાબ - સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશને આપી નોટિસ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને નેતૃત્વવાળી સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Corona's third Wave) જોખમ બતાવ્યું છે. તેમ છતા સરકારે 25 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાને મંગળવારે પરવાનગી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે કાવડ યાત્રા (Kavad Yatra)ની પરવાનગી આપવાના ઉત્તરપ્રદેશ સરકાર (UP Government)ને 'ચિંતા કરાવનારો' નિર્ણય અંગે બુધવારે જાતે સંજ્ઞાન લીધું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારો પાસે આ મામલે જવાબ માગ્યો છે.

ઉત્તરપ્રદેશ સરકારે 25 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર પાસે માગ્યો જવાબ

author img

By

Published : Jul 14, 2021, 3:30 PM IST

  • ઉત્તરપ્રદેશ સરકારે (UP Government) 25 જુલાઈએ શરૂ થતી કાવડ યાત્રાને (Kavad Yatra) આપી મંજૂરી
  • સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર પાસે માગ્યો જવાબ
  • કાવડ યાત્રાને (Kavad Yatra) મંજૂરી એ ચિંતા કરાવનારો નિર્ણય

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોના વૈશ્વિક મહામારી (Corona Epidemic) વચ્ચે કાવડ યાત્રાની પરવાનગી આપવાના ઉત્તરપ્રદેશ સરકાર (UP Government)ને 'ચિંતા કરાવનારો' નિર્ણય અંગે બુધવારે જાતે સંજ્ઞાન લીધું હતું. આ સાથે જ સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારો પાસે આ મામલે જવાબ માગ્યો છે.

આ પણ વાંચો- કોરોનાની સ્થિતિને લઇ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ

ઉત્તરપ્રદેશ સરકારનો ચિંતાજનક નિર્ણય અમે વાંચ્યોઃ સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ આર. એફ. નરિમન અને જસ્ટિસ બી. આર. ગવઈની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના એ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાને રોકવાની દિશામાં કોઈ પણ સમજૂતી નહી કરવામાં આવે. બેન્ચે કહ્યું હતું કે, 25 જુલાઈથી શરૂ થનારી ધાર્મિક કાવડ યાત્રા (Kavad Yatra)ને મંજૂરી આપવાના ઉત્તરપ્રદેશ સરકારના નિર્ણય પછી લોકો હેરાન છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવી છે અને આ મામલાની સુનાવણી માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો છે. બેન્ચે કહ્યું હતું કે, તેમણે આ ચિંતા કરાવનારા સમાચાર વાંચ્યા કે ઉત્તરપ્રદેશ સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઉત્તરાખંડે દૂરંદેશી જોતા મંજૂરી નથી આપી.

આ પણ વાંચો- કોવિડ-19 મૃતકોના પરિવારને વળતર આપો: SCએ કર્યો કેન્દ્રને આદેશ

એક તરફ વડાપ્રધાન કહી રહ્યા છે કે કોઈ સમજૂતી નહીં કરીએ અને બીજી તરફ યાત્રાને મંજૂરી!

બેન્ચે કહ્યું હતું કે, અમે એ જાણવા માગીએ છીએ કે, સંબંધિત સરકારોનું વલણ શું છે. ભારતના નાગરિકો સંપૂર્ણ રીતે હેરાન છે. તેમને સમજમાં નથી આવી રહ્યું કે, શું થઈ રહ્યું છે. આવું તેવા સમયે થઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાને દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, અમે કોઈ સમજૂતી ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોને નોટિસ જાહેર કરી રહ્યા છે. યાત્રા 25 જુલાઈથી શરૂ થાય છે. આ માટે અમે ઈચ્છીએ છીએ કે, ટૂંક સમયમાં જવાબ આપે, જેથી સુનાવણી શુક્રવારે થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.