ETV Bharat / bharat

સુર્ય કન્યા રાશીમાં આજે પ્રવેશ કરશે - Zodiac sign

આજે મતલબ 16 સપ્ટેમ્બરથી સુર્ય ક્ન્યા રાશીમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જાણો કેવો રહેશે તમારો દિવસ

સુર્ય કન્યા રાશીમાં આજે પ્રવેશ કરશે
સુર્ય કન્યા રાશીમાં આજે પ્રવેશ કરશે
author img

By

Published : Sep 16, 2021, 11:33 AM IST

મેષ રાશિ

આજે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આવનાર એક મહિના સુધી મેષ રાશિના જાતકોને શત્રુઓ સામે વિજય મળશે. સ્પર્ધાઓમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ઘણી મજબૂતી આવશે. શિક્ષણમાં સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. પ્રેમસંબંધોમાં આગળ આવીને તમે પ્રેમનો એકરાર કરશો. અભ્યાસ માટે વિદેશમાં જવા માંગતા હોય તેમને પોતાના પ્રયાસોમાં સફળતા મળે. ઉપાય – તાંબાના લોટામાં જળ ભરીને સૂર્ય દેવને અર્ઘ્ય આપવું.

વૃષભ રાશિ

કન્યા સંક્રાંતિની અસરના કારણે તમને પ્રોપર્ટી ખરીદીના કાર્યમાં સફળતા મળે. પોતાનું ઘર બનાવો તેવા યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આવકમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સુધારો આવશે. સરકાર તરફથી લાભ મળવાની આશા રાખી શકો છો. દેવું ચુકવવામાં સફળતા મળે. ઉપાય – સૂર્ય દેવની પ્રતિમાની પૂજા કરવી.

મિથુન રાશિ

સૂર્યના કન્યા રાશિમાં આગમનથી આપના ઘરમાં ખુશીઓ આવશે. ભાઇ-બહેન વચ્ચે આત્મીયતા વધશે અને એકબીજાને ખુશી આપશે. ઘરમાં નાની વયના સભ્યો તમારું માન-સન્માન કરશે અને ઘરમાં સૌના પર પ્રભૂત્વ જમાવવાની તમને ઇચ્છા થશે. કારકિર્દીમાં સફળતા મળશે. પિતા સાથે સંબંધોમાં સુધારો આવશે. પોતાના પ્રયાસોથી સફળતા મેળવી શકશો. ઉપાય- આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.

કર્ક રાશિ

સૂર્યનું કન્યા રાશિમાં હવેથી એક મહિના સુધી ભ્રમણ થવાથી તમારામાં જોખમ ઉપાડવાની વૃત્તિ વધશે. ધાર્મિક પ્રવાસો થવાની શક્યતા છે. સરકારી કાર્યોમાં લાભ થશે. બિઝનેસમાં સફળતા મળી શકે છે. તમારા મિત્રો અને ભાઇ-બહેનોની મદદ મળશે. ભાગ્યનો સાથ પણ મેળવી શકશો. કોઇપણ કામને તમે સાહસ સાથે પૂરું કરશો. ઉપાય – ગાયને લોટ ખવડાવો.

સિંહ રાશિ

કન્યા રાશિમાં સૂર્યની સંક્રાંતિના કારણે તમારી આવકમાં વધારો થશે. જોકે, આ મહિને પરિવારમાં થોડો તણાવ રહેશે. આ દરમિયાન અહંકાર વધી શકે છે અને તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. પરિવારને તમે મહત્વ આપશો. ઉપાય – સૂર્યના કોઇપણ એક મંત્રનો જાપ કરો.

કન્યા રાશિ

સૂર્યનું આપની રાશિમાં ભ્રમણ થવાથી આપના ગુસ્સામાં વધારો થઇ શકે છે. જોકે, કોઇપણ કામમાં સફળતા માટે યોગ્ય નિર્ણય લઇ શકશો. તમારામાં ઉર્જાનું સ્તર સારું રહેશે. વિવાહિતોને દાંપત્યસંબંધોમાં તણાવ વધી શકે છે. વિદેશથી લાભ મળી શકે છે. સરકારી નોકરી મળવાના યોગ બનશે. ઉપાય – સૂર્યને દરરોજ કંકુવાળા જળથી અર્ઘ્ય આપો.

તુલા રાશિ

સૂર્યનું કન્યા રાશિમાં આગમન થવાથી તમારા ખર્ચામાં વધારો થશે. માનસિક તણાવ વધશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય નબળું પડવાની શક્યતા વધુ છે. જોકે, વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. વિદેશ જવાનું સપનું પૂરું થઇ શકે છે. પરિવારથી દૂર નોકરી મળી શકે છે. ઉપાય – ગરીબોને ઘઉંનું દાન કરવું.

વૃશ્ચિક રાશિ

કન્યા સંક્રાંતિના કારણે આજથી એક મહિના સુધી આપના પોતાના કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધુ રહેશે. મહત્વકાંક્ષાઓ પૂરી થશે. તમારી યોજનાઓ પર આગળ વધવાથી ધન લાભ થશે. શિક્ષણમાં સફળતા મળવાની શક્યતા છે. પ્રણયજીવન ખુશીઓથી છલકાતું રહેશે. આવકમાં પણ વધારો થઇ શકે છે. ઉપાય- ઉગતા સૂર્યના દર્શન કરો અને સૂર્યને જળ અર્પણ કરો.

ધન રાશિ

સૂર્યનું કન્યા રાશિમાં ભ્રમણ થવાથી તમને નોકરીમાં બઢતી મળી શકે છે. વેપારમાં સફળતા પ્રાપ્ત થાય. દાંપત્યસંબંધોમાં થોડો તણાવ વધી શકે છે. તમને કામકાજમાં સફળતા મળશે અને આત્મવિશ્વાસ વધારે મજબૂત થશે. ઘર-પરિવારમાં ખુશીઓ વધશે. સરકાર સંબંધિત લાભો પ્રાપ્ત થઇ શકે છે. ઉપાય – સૂર્ય સાથે સંકળાયેલી ચીજવસ્તુઓનું દાન કરવું.

મકર રાશિ

કન્યા રાશિમાં સૂર્યની સંક્રાંતિના પ્રભાવ હેઠળ આખો મહિનો તમને કામકાજમાં થોડીગણી પરેશાની આવી શકે છે. અગાઉથી પોતાની યોજના બીજા લોકોને બતાવશો નહીં. જોકે, છતાં પણ કેટલાક કાર્યોમાં સફળતા મળી શકે છે. લાંબી મુસાફરીથી ફાયદો થશે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ પ્રબળ બનશે. વેપારમાં તેજીના સંકેત મળી રહ્યાં છે. ઉપાય – કોઇ ગરીબ વ્યક્તિને ભોજન ખવડાવો.

કુંભ રાશિ

કન્યા રાશિમાં સૂર્યની સંક્રાતિના કારણે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું પડશે. તમારી બીમારી થવાની શક્યતાઓ વધુ રહેશે. વિરોધી સામે સતર્કતા રાખવી જરૂરી છે કારણ કે તેઓ તમારા વિરુદ્ધ કાવતરા કરી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામો મળશે. વહીવટીતંત્રના કારણે કોઇ સમસ્યા આવી શકે છે. વિવાહિતોને સાસરી પક્ષમાં જવાના યોગ બનશે. દાંપત્યજીવનમાં તણાવ આવશે. ઉપાય – ગાયત્રી મંત્રનો જાપ આપના માટે શ્રેષ્ઠ રહેશે.

મીન રાશિ

આજથી સૂર્યનું કન્યા રાશિમાં ભ્રમણ આવનારા એક મહિના દરમિયાન દાંપત્યજીવનમાં તણાવ રહેવાના સંકેત આપે છે. વેપારમાં સફળતા મળવાની શક્યતા છે. દૂરના વિસ્તારોમાં કોઇ નવા સંબંધોની શરૂઆત થઇ શકે છે. જેમણે બેંકમાંથી લોન માટે અરજી કરી હોય તેમને આ મહિને લોન મળી શકે છે. પોતાની જાત પર મૂકેલો ભરોસો તમને સફળતા અપાવશે. ઉપાય – આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.