વોશિંગ્ટન: યુએસમાં શીખ સમુદાયે(Sikh Community in America) ભારતમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ(Farm Laws Repeal) કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા(Praise for PM Modi in America) કરી છે અને કહ્યું છે કે તેમના નેતૃત્વમાં ખેડૂતો સાથે સંબંધિત મુદ્દાઓને યોગ્ય રીતે સંબોધવામાં આવ્યા હતા.
સંસદમાં શિયાળુ સત્રમાં કૃષિ બિલ પસાર
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે સંસદમાં શિયાળુ સત્રના(Winter Session in Parliament) પ્રથમ દિવસે બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષથી, મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો આ કાયદાને લઈને દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા હતા.
અમેરિકામાં શીખ સમુદાયે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા
'સિખ ઑફ અમેરિકા'(Sikhs of America) સંસ્થાના જસ્સી સિંહે કહ્યું કે, અમેરિકામાં શીખ સમુદાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણેય કૃષિ કાયદાઓને પાછો ખેંચવાના નિર્ણયની પ્રશંસા કરી રહ્યો છે. વડાપ્રધાને હંમેશા ભારતમાં શીખ સમુદાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે.
આ પણ વાંચોઃ Rahul Gandhi In Amethi: PM અને CM પર કર્યો પ્રહાર, બોલ્યા- મોદી અને યોગી ધ્યાન ભટકાવવાનું કામ કરે છે