ETV Bharat / bharat

કાશ્મીરમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિર ખૂલ્યું

કાશ્મીર ઘાટીમાં ઘણા મંદિરો હજી પણ બંધ છે, પરંતુ હવે સમય અને સરકાર બદલાતા અહીં સ્થિતિ પણ બદલી છે. કાશ્મીરમાં નવી સવાર થઈ રહી છે. મંગળવારે વસંત પંચમીના પાવન અવસર પર શ્રીનગરમાં હબ્બા કાદલમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિરને ખોલવામાં આવ્યું છે.

કાશ્મીરમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિર ખૂલ્યું
કાશ્મીરમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિર ખૂલ્યું
author img

By

Published : Feb 17, 2021, 9:42 AM IST

  • શ્રીનગરના હબ્બા કાદલનું શીતલનાથ મંદિર ફરી શરૂ
  • તમામ મંદિરો ફરી શરૂ થતા કાશ્મીરમાં હવે નવી સવાર થઈ
  • વસંત પંચમીનો દિવસ કાશ્મીર માટે મહત્ત્વનો બની રહ્યો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર લાંબા સમયથી આતંકવાદથી પીડિત રહ્યું છે. 90ના દાકયામાં કાશ્મીરમાં આતંકની શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં ઘાટીથી હિન્દુઓએ પલાયન કરવું પડ્યું હતું. આના કારણે કાશ્મીર ઘાટીમાં હિન્દુઓના ઘણા મંદિર બંધ પડ્યા હતા, પરંતુ હવે સમય અને સરકાર બદલાવવાથી અહીં સ્થિતિ પણ સુધરી છે. કાશ્મીરમાં હવે નવી સવાર થઈ છે. મંગળવાર કાશ્મીર ઘાટી માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો. કારણ કે, વસંત પંચમીના અવસર પર શ્રીનગરના હબ્બા કાદલમાં આવેલું શીતલનાથ મંદિર 31 વર્ષ પછી ખોલવામાં આવ્યું છે.

સ્થાનિક લઘુમતી દ્વારા પૂજાને આયોજિત કરવામાં મદદ કરી

એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદ ફેલાતા અહીંથી હિન્દુઓ પલાયન કરી ગયા હતા. ત્યારથી અહીં મંદિરો બંધ હતા. આજે અમે અહીં પૂજા કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીનગરના શીતલનાથ મંદિરમાં પૂજાના આયોજકોમાંથી એક રવિન્દ્ર રાજદાન કહ્યું હતું કે, સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ પણ આ પૂજાને આયોજિત કરવામાં અમારી મદદ કરી હતી. તેઓ પૂજાનો સામાન લઈને આવ્યા અને મંદિરની સફાઈ કરવામાં પણ અમારી મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.