ETV Bharat / bharat

જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 3 લોકોના મોત - આગરાના સમાચાર

સોમવારે રાત્રે 9.30 ની આસપાસ અચાનક ઘરની છત ધારાશાય થઇ હતી. જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેલા ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને તેમને જિલ્લા હોસ્પિટલ અને એસએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 3 લોકોના મોત થયા છે.

જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી

author img

By

Published : Aug 24, 2021, 6:42 AM IST

Updated : Aug 24, 2021, 9:06 AM IST

  • જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી
  • ઘટનામાં 3 લોકોના મોત,15 લોકો ઇજાગ્રસ્ત
  • સોમવારે રાત્રે 9.30 ની આસપાસ અચાનક ઘરની છત ધારાશાય થઇ

આગરા: તાજનગરીના ધાંધુપુરામાં સોમવારે રાત્રે જન્મદિવસની પાર્ટી દરમિયાન છત ધારાશાયી થઇ હતી. આ દરમિયાન, ત્યા હાજર લોકો તેની નીચે દબાયા હતા.ઘટનાની માહિતી મળતા જ પોલીસી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢયા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

લોકો ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળેનું માળખું તૂટી પડ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ધાંધુપુરામાં રહેતા સોનુ વર્માના ઘરમાં થયો હતો. ઘરમાં સમારકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન સોમવારે રાત્રે ઘરના બીજા માળે અનિકેત ચૌધરીના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 50 થી 60 લોકો સામેલ થયા હતા.જ્યારે ડીજે પર લોકો ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક બીજા માળેનું માળખું તૂટી પડ્યું હતું.જન્મદિવસની પાર્ટીમાં હાજર રહેલા ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને તેમને જિલ્લા હોસ્પિટલ અને એસએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 3 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ

ઘટનામાં 3 લોકોના મોત

આગ્રાના ડીએમ પ્રભુ નારાયણ સિંહે જણાવ્યું કે, ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટનામાં 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને એસએન મેડિકલ કોલેજ સહિત શહેરની જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. એડીએમ સિટી પ્રભાકાંત અવસ્થીના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે થઇ હતી. જેમાં 3 લોકોના મોત થયા છે, તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : દેશમાં પ્રથમ સરકારી શાળા શરૂ, આ શાળાને જોતા જ ખાનગી શાળા ભુલી જશો, જાણો સુવિધાઓ...

Last Updated : Aug 24, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.