ETV Bharat / bharat

પેગાસસ જાસૂસી મામલે સંસદના બંને ગૃહોમાં આજે હંગામો થશે - MONSOON SESSION

સંસદનું ચોમાસું સત્ર (monsoon session) બે દિવસના વિરામ બાદ આજે ફરી શરૂ થશે. વિરોધી પક્ષો પેગાસસ (pegasus) જાસૂસી, ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દાઓને લઈને સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે પેગાસસ મુદ્દા પર ચર્ચા કરવા લોકસભામાં એડજર્મેન્ટ મોશન નોટિસ આપી છે.

પેગાસસ જાસૂસી મામલે સંસદના બંને ગૃહોમાં આજે હંગામો થશે

author img

By

Published : Jul 26, 2021, 10:13 AM IST

  • વિરોધી પક્ષો સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહ્યા છે
  • સાંસદ મણિકમ ટાગોરે લોકસભામાં એડજર્મેન્ટ મોશન નોટિસ આપી
  • સંસદના ચોમાસુ સત્ર (monsoon session)ના બીજા અઠવાડિયાની આજથી શરૂઆત

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના (monsoon session)બીજા અઠવાડિયાની શરૂઆત આજથી થઈ રહી છે. 19 જુલાઇથી શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર અત્યાર સુધી હંગામાભર્યું રહ્યું છે. ગયા અઠવાડિયે વિરોધી પક્ષોએ પેગાસસ (pegasus) જાસૂસી, ખેડુતોના આંદોલન અને અન્ય મુદ્દાઓને લઈને બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી અને થોડા કલાકોનું કામ જ થઈ શક્યું હતું.

ચોમાસું સત્રના બીજા અઠવાડિયામાં પણ હાલાકી પડી શકે

ચોમાસું સત્રના બીજા અઠવાડિયામાં પણ હાલાકી પડી શકે છે. કારણ કે, વિપક્ષોએ પેગાસસ જાસૂસી સહિતના તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરી લેવાની તૈયારી કરી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પેગાસસ પ્રોજેક્ટ અહેવાલ પર ચર્ચા કરવા લોકસભામાં એડજર્મેન્ટ મોશન નોટિસ આપી હતી. તેમજ કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે સરકાર દ્વારા પેગાસસ સ્પાયવેરના કથિત ઉપયોગ અંગે ચર્ચા કરવા માટે આજે લોકસભામાં એડજર્મેન્ટ મોશન નોટિસ આપી છે. આમાંથી સ્પષ્ટ છે કે આજે પણ પેગાસસ જાસૂસી મામલે સંસદના બંને ગૃહોમાં હંગામો થશે.

આ પણ વાંચો: સંસદના ચોમાસું સત્રમાં ખેડાના સાંસદે ખેડૂતોના પ્રશ્નને લઇ કૉઓર્ડિનેશન કમિટી બનાવવાની માંગ કરી

આ પણ વાંચો: સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ, PM Modiએ સંસદ ભવન પહોંચી કહ્યું ગૃહ સાર્થક ચર્ચા માટે સમર્પિત હોય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.