- ઇતિહાસને જીવંત કરશે આ દરબાર
- ગુરુ ગોવિંદ સિંહજીએ 1683માં પાંવટા સાહિબ નાંખ્યો હતો પાયો
- 52 કવિઓ અહીં રજૂ કરે છે પોતાની કવિતાઓ
હિમાચલ પ્રદેશ: ચંડીગઢ અને રાજસ્થાનથી ખાસ કારીગર બોલાવાયા, ધૌલપુરથી ખાસ પત્થર મંગાવાયા કેમકે પાંવટા સાહિબમાં એક ઐતિહાસિક ગુરુદ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને એ છે વિશ્વનું પહેલો કવિ દરબાર. ગુરુની નગરી પાંવટા સાહિબમાં બનનારી આ ઇમારત દુનિયા માટે એક અજાઇબીથી ઓછી નહીં હોય અને આ અદ્દભૂત કવિ દરબાર સમગ્ર વિશ્વમાં એક માત્ર હિમાચલ પ્રદેશમાં જ હશે.
કવિ દરબારનું છે ઐતિહાસિક મહત્વ
ઇતિહાસમાં લખાયું છે કે ગુરુ ગોવિંદ સિંહજીએ 1683માં પાંવટા સાહિબ ગુરુદ્વારાનો પાયો નાંખ્યો હતો અને આ દરમ્યાન ગુરુ ગોવિંદ સિંહે 52 કવિઓ સાથે દરબારની શરૂઆત કરી હતી ત્યારથી અહીંયા દર વર્ષે 52 કવિ અહીંયા પોતાની રચનાઓ પ્રસ્તૂત કરે છે. દરેક પૂનમે અહીંયા કવિ દરબાર લગાવવામાં આવે છે. જેમાં દૂર દૂરથી કવિઓ ભાગ લેવા માટે આવે છે. આ ઐતિહાસિક ગુરુદ્વારામાં અત્યાર સુધીમાં 320 કવિ દરબારનું આયોજન થઇ ચુક્યુ છે. આ વખતે જે કવિ દરબારનું આયોજન થશે તે 321મું હશે. આ કવિ દરબાર અંગે દલીપ સિંહ રાગીએ ETV Bharatને જણાવ્યું હતું કે,'પાંવટા સાહિબ સમગ્ર વિશ્વમાં પોતાની મહાનતા અને કવિ દરબાર 10માં બાદશાહના સમયથી ચાલતો આવે છે. 10માં બાદશાહે પોતાના દરબારમાં 52 કવિ રાખ્યા હતાં. તે બધા અલગ અલગ ભાષાના કવિ અહીંયા 10માં બાદશાહના દરબારમાં હાજરી આપતાં હતાં. અહીંયા તેઓ સંતોને કવિઓને તેની રચના સાંભળીને તેમને ખુશ કરતાં હતાં. આ કવિ દરબારમાં આજે પણ આ પરંપરાનું પાલન કરવામાં આવે છે અને પાંવટા સાહિબમાં દર મહિને કવિ દરબાર લાગે છે. ગુરુ કબીર સજ્જન આજે પણ અહીંયા હાજર રહે છે. આ ઇમારતને સુંદર બનાવવા માટે કામકાજ ચાલે છે. ગુરુની કૃપાથી ઝડપથી પૂર્ણ પણ થઇ જશે. સમગ્ર દુનિયાને આ સુંદર ઇમારત કવિ દરબાર જોવા મળશે. કવિ દરબાર એક એવી ઇમારત બનવા જઇ રહી છે જે આખી દુનિયામાં એકદમ અગલ હશે. સૌને અનુરોધ છે કે તમે પાંવટા સાહેબમાં આવો અને આ પવિત્ર સ્થાનના દર્શન જરૂરથી કરો.'
વધુ વાંચો: ઓડિસામાં તૈયાર કરાઇ અનોખી સાડી
વિશ્વમાં બીજે ક્યાંય નથી કવિ દરબાર
કહેવાય છે કે આવો કવિ દરબાર દુનિયામાં બીજે ક્યાંય નથી. પાંવટા સાહિબમાં બનનાર આ દુનિયાના પહેલા કવિ દરબારને સુંદર અને અદ્દભૂત બનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ કારીગર અને પત્થર તો છે જ પણ ગુરુદ્વારામાં 52 પ્રકારના ફૂલ પણ લગાવવામાં આવ્યા છે. જે ગુરુદ્વારાને વધારે સુંદર બનાવે છે. કવિ દરબારને બનાવવાનું કામ તેના અંતિમ તબક્કામાં છે અને માનવામાં આવે છે કે જ્યારે આ બનીને તૈયાર થઇ જશે ત્યારે તે કોઇ રાજાના દરબાર કરતાં જરા પણ ઓછો નહીં હોય. પાંવટા સાહિબ ગુરુદ્વારામાં લોકો દૂર દૂર શીશ નમાવવા માટે આવે છે. જેને ધ્યાનમાં રાખીને કવિ દરબારની બિલ્ડિંગનું ફરીથી નિર્માણ કરાવવામાં આવે છે. અને જે રીતે આ દરબારનું નિર્માણ જે રીતે થાય છે તે જોતા લાગે છે કે આગામી સમયમાં અહીંયા પર્યટકોની સંખ્યામાં ઘણા વધારો જોવા મળશે.
વધુ વાંચો: 93 વર્ષે પણ સંગીતની સેવા કરી રહ્યાં છે કરતાર સિંહ