શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર): જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુજરાતના એક ઠગની ધરપકડ કરી હતી. જેણે પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં વધારાના ડિરેક્ટર તરીકેનો હોદ્દો બતાવીને વિશેષ પ્રોટોકોલ સુવિધા મેળવી હતી.
ખોટી ઓળખ આપીને મેળવ્યો પ્રોટોકોલ: ઢગે પોતાની ખોટી ઓળખ આપીને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર પાસેથી પ્રોટોકોલ હેઠળ સુરક્ષા મેળવી હતી. આ સિવાય તેમણે અનેક પર્યટન સ્થળોની મુલાકાત પણ લીધી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યક્તિની ઓળખ ગુજરાતના રહેવાસી કિરણ પટેલ તરીકે થઈ છે. કિરણ પટેલ છેલ્લા ઘણા દિવસોથી શ્રીનગરના ગુપકર રોડ પર આવેલી આલીશાન લલિત હોટલમાં જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના મહેમાન હતા અને પોલીસ દ્વારા તેમને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના એક જાણીતા પર્યટન સ્થળ દૂધ પાથરીની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: Rajasthan Crime News: 72 કરોડના બ્રાઉન સુગર કેસમાં દાણચોરોની કરાઈ ધરપકડ
વહીવટીતંત્ર સાથે છેતરપિંડી: જ્યાં બિરોહના સબ-જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે કિરણ પટેલે પોતાની ઓળખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસમાં એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈન) તરીકે આપી હતી અને જિલ્લા વહીવટીતંત્રનો ઢોંગ કરીને પ્રોટોકોલનું પાલન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ ઠગ છેલ્લા કેટલાક સપ્તાહોથી શ્રીનગરમાં રોકાયા હતા. જે દરમિયાન તેઓ પ્રવાસન સ્થળોની મુલાકાતે ગયા હતા અને કેટલાક જિલ્લા કમિશનરોને પણ મળ્યા હતા.
આ પણ વાંચો: Army Helicopter Crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ
લાખો રૂપિયાની ઉચાપત: પોલીસના જણાવ્યા અનુસાર કિરણ પટેલે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે અને લાખો રૂપિયાની ઉચાપત કરી છે. કિરણ પટેલ સામે નિશાત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સ્થાનિક કોર્ટના નિર્દેશ પર કિરણ પટેલની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં રાખ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.