- NIAએ ત્રણ રાજ્યમાં 5 જગ્યા પર દરોડા પાડ્યા
- દિલ્હીના જાફરાબાદ, કેરળના કોચ્ચી અને બેંગલુરુમાં NIAની ટીમ ત્રાટકી
- આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા મામલામાં 4 મહિલાની ધરપકડ
આ પણ વાંચોઃ એન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ
નવી દિલ્હીઃ દેશની NIA એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હવે ISIS સંબંધિત મામલે દિલ્હી, કર્ણાટક અને કેરળમાં 5 જગ્યા પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, આ દરોડા દિલ્હીના જાફરાબાદ, કેરળના કોચ્ચી અને બેંગલુરુમાં કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા મામલામાં NIAએ 4 મહિલાની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ટેરર ફંડિંગ કેસ: NIA એ શ્રીનગર અને દિલ્હીમાં નવ સ્થળોએ પાડી રેડ
જૂના મામલાની તપાસમાં આતંકી સંગઠન અંગે જાણ થઈ
આ મામલામાં જ મહિલાઓની પૂછપરછ પછી સોમવારે દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યાનુસાર, ISIS સાથે જોડાયેલા જૂના મામલાની તપાસ દરમિયાન એક આતંકવાદી સંગઠન માટે કામ કરી રહેલા કેટલાક લોકોના એક મોડ્યુઅલ અંગે જાણ થઈ હતી. ત્યારબાદ એજન્સીએ આ મામલા અંગે અલગથી વધુ એક કેસ દાખલ કર્યો હતો.