- મેરઠની મિમહેન્સ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી આવી સામે
- હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરેલો વ્યક્તિ જીવિત નીકળ્યો
- અંગત ઝઘડામાં ડોક્ટરે ઈજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કર્યો હતો
મેરઠઃ એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલ્સ પોતાની મનમાની પર ઉતરી આવી છે. આવી જ રીતે મેરઠની મિમહેન્સ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી છે. રવિવારે શહેરની મિમહેન્સ હોસ્પિટલની બેદરકારીથી તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. આપસના ઝઘડામાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલના ડોક્ટર્સે જીવતો હોવા છતાં મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચાર સાંભળીને યુવકના પરિવારમાં હડકંપ મચી ગયો હતો.
આ પણ વાંચો- મોટી બેદરકારી: આંબેડકર હોસ્પિટલે મૃત મહિલાને જીવિત જાહેર કરી, મુક્તિધામથી પરત ફર્યો પરિવાર
યુવક અચાનક બેઠો થયા પરિવારજનો આશ્ચર્યમાં મુકાયા હતા
પરિવારજનો યુવકને હોસ્પિટલથી ઘરે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન યુવક અચાનક બેઠો થયો હતો. ત્યારબાદ તમામ લોકો હેરાન થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનોએ યુવકને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. યુવક જીવતો હોવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો- લુણાવાડામાં સરકારની બેદરકારી સામે આવી, વેન્ટીલેટરો ધૂળ ખાતા જોવા મળ્યા
ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલે અચાનક યુવકને મૃત જાહેર કર્યો
આપને જણાવી દઈએ કે, જનપદ હાપુડમાં ગામ અટસૈનીમાં 2 જૂથ વચ્ચે ગુરુવારે મારામારી થઈ હતી, જેમાં શાહરુખ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. પરિવારજનોને આ વાતની જાણ થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટર્સે ગંભીર હાલત જોઈને મેરઠની મિમહેન્સ હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું. મિમહેન્સ હોસ્પિલમાં યુવકની સારવાર ચાલી રહી હતી, પરંતુ અચાનક હોસ્પિટલના સ્ટાફે યુવકને મૃત જાહેર કરી દીધો હતો. જોકે, મિમહેન્સ હોસ્પિટલના ડોક્ટર્સે આ અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.