નાગાર્જુન સાગરઃ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા નાગાર્જુન સાગર પરિયોજનાની જવાબદારી કૃષ્ણા બોર્ડ અને સુરક્ષા દળોને સોંપવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમત થયા છે. આ સંદર્ભે સીઆરપીએફની ટુકડીઓ ડેમ પર પહોંચી રહી છે. સીઆરપીએફ આજ સવાર 5 કલાકથી દરેક પોઈન્ટ પર કબ્જો જમાવી રહી છે. મધ્યાહન સુધી સમગ્ર ડેમ તેમના કબ્જામાં આવી જશે.
ડેમના 13 નંબરના ગેટ પર લગાડેલ વાડ હટાવી દેવાની પણ સંભાવના છે. સીઆરપીએફની ટુકડીઓ ડેમ પર આવતા જ તેલંગાણા પોલીસે ડેમ પરથી પીછેહઠ કરી લીધી છે. સાગર ડેમમાંથી ડાબી તરફની નહેરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જમણી નહેરમાંથી પણ ચાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ સાગર ડેમમાંથી આંધ્ર પ્રદેશને પાણી છોડવા અને તે રાજ્યમાં પોલીસ ટુકડીઓ સંદર્ભે આપાતકાલીન ઓનલાઈન સમીક્ષા કરી હતી. જેમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં ગયા મહિનાની 29 તારીખથી આંધ્ર પ્રદેશની તરફથી સશસ્ત્ર દળોને ગોઠવી દેવા અને ડેમની જમણી નહેરમાં સતત પાણી છોડવાના વિવાદ પર ચર્ચા થઈ હતી.
અજયકુમાર ભલ્લાએ આંધ્ર પ્રદેશ દ્વારા ગયા મહિનાની 28મી તારીખે જે સ્થિતિ હતી તેવી સ્થિતિ ફરીથી કાયમ કરવા જણાવ્યું. ડેમની દેખરેખ હંગામી ધોરણે સીઆરપીએફના નિરીક્ષણ હેઠળ થશે. તેમજ કેન્દ્રીય જળ સંસાધન વિભાગના સચિવના નેતૃત્વમાં એક વિશેષ બેઠક આયોજીત કરવામાં આવશે.
કૃષ્ણા નદીના પાણીની ફાળવણીમાં બંને રાજ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા કેન્દ્ર સરકાર મેદાને પડી છે. શનિવાર સવારે 11 કલાક સુધીમાં કેન્દ્રીય જળ વિદ્યુથ વિભાગના સચિવે બંને રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે આ સંદર્ભે સીએસ, સીઆરપીએફ, સીઆઈએસએફ મહાનિદેશકો, સીડબ્લ્યુસી અને તેલુગુ રાજ્યોના કૃષ્ણા બોર્ડ અધ્યક્ષોને પત્ર પણ લખ્યો છે.
જેમાં નાગાર્જુનસાગર, શ્રીશૈલમ ડેમ, જળાશયો અને તેમના અધિકાર ક્ષેત્ર અંત્રગત દરેક સંરચનાઓના મેનેજમેન્ટની જવાબદારીઓ કૃષ્ણા બોર્ડને હસ્તાંતરિત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.